જ્વેલર્સની દુકાનમાં થયેલ ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી ગાંધીધામ

જ્વેલર્સની દુકાનમાં થયેલ ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી ગાંધીધામ
Spread the love

ગાંધીધામ ઓસ્લો સર્કલ પાસે આવેલ નિકુંજ જવેલર્સમાં ચોરીના ગુનાને અંજામ આપનારી ચીખલીગર ગેંગના આરોપીઓની માહીતી મેળવી ગુનાનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ – પુર્વ કચ્છ ગાંધીધામ
બોર્ડર રેન્જ આઈ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબશ્રી, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ,ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં બનતા મિલક્ત સબંધી બનાવો શોધી કાઢવા તથા અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોઇ અને ગઈ તા ૩૧/૦૭/૨૦૨૨ ના રોજ ઓસ્લો સર્કલ પાસે આવેલ નિકુંજ જવેલર્સ નામની દુકાનનામાં કોઇ અજાણ્યા ચાર ઇસમો દ્વારા લોખંડની ગ્રીલ તથા શટર ના તાળાઓને તથા કાચને તોડી દુકાનમાંથી ચાંદીના અગલ-અલગ પ્રકારના દાગીના મળી કુલ કિંમત રૂપિયા.. 2,00,000/- ના દાગીનાની ચોરી કરી લઇ ગયેલાના આ બનાવ બાબતે ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશન પાર્ટ એ- ૧૧૯૯૩૦૦૭૨૨૦૭૧૪ ઈ.પી.કો કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ નો ગુનો બનાવના દિવસે – ૦૯/૧૫ વાગ્યે જાહેર થયેલ હોય અને સદર ગુનાની તપાસ માટે એલ.સી.બી. તથા ગાંધીધામ બી ડીવીઝન પોલીસની અલગ અલગ દિશાઓમાં તપાસ કરવા સારૂ ટીમો બનાવવામાં આવેલ અને દુકાનની અંદર લાગેલ સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજના એનાલીસીસ પરથી પ્રાથમીક દ્રષ્ટીએ ધ્યાને આવેલ કે ઉપરોક્ત ગુનાને અંજામ આપનાર કોઈ એક સ્પેશીયલ ગેંગ છે અને તે અન્ય જીલ્લામાંથી અહી આવેલ હોવાની શકયતા આધારે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમનસોર્સ આધારે ગણતરીના કલાકમાં જ જાણવા મળેલ કે આ ગુનામાં ગુજરાતના અલગ અલગ જીલ્લાઓમાં જઈ ગુનાખોરીને અંજામ આપનારી ચીખલીગર ગેંગના માણસો સંડોવાયેલ હોવાનું સ્પષ્ટ થયેલ. જેથી આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ શ્રી પોલીસ અધિક્ષક સાહેબની સુચનાથી એલ.સી.બી. પોલીસ ઇન્સપેકટર શ્રી એમ.એન.રાણા ના સુપરવિઝન હેઠળ એક સ્પેશીયલ ટીમની રચના પો.સબ.ઇન્સ શ્રી ડી.આર.ગઢવીની ટીમ સાથે મહેસાણા જીલ્લાના વડનગર ખાતે મોકલવામાં આવેલ જે ટીમ દ્વારા આ ગુના કામે સંડોવાયેલ આરોપીઓની તપાસ કરતા તેઓ પોતાના રહેણાંક નિવાસ સ્થાનો ઉપર હાજર મળી આવેલ નહી પરંતુ ટીમને મળેલ બાતમી આધારે આ ગુન્હા કામેના આરોપીઓએ ચોરી કરેલ ચાંદીના દાગીના ઉંઝા બજાર ની અંદર આવેલ સોની જવેલર્સ નામની દુકાનના માલીક ને તા-૩૧/૦૭/૨૦૨૨ ની સાંજના વહેંચેલ હોવાની હકીકત બાબતે તપાસ કરતા આ ગુન્હા કામે ગયેલ ચાંદીના દાગીનાઓની વેપારી કમલેશભાઇ ભરતભાઇ સોનીએ તેને ખરીદી તેને પીંગળાવી દીધેલ હોય જેથી આ ચોરીનો મુદામાલ ચાંદીની પ્લેટ તથા તેમની પાસેથી મળી આવેલ બે મોબાઈલ ફોન કબ્જે કરી સદર ગુના કામેના આરોપી તરીકે સોની વેપારીને ઉંઝા ખાતેથી રાઉન્ડઅપ કરવામાં આવેલ છે. આ ગુના કામે સંડોવાયેલ ચીખલીગર ગેંગના આરોપીઓ બાબતે ટીમ દ્વારા માહીતી મેળવી તેમને શોધવાના પ્રયત્ન હાલમાં ચાલુમાં છે. તેમજ આ કબ્જે કરેલ મુદામાલ તથા આરોપીને વધુ તપાસ અર્થે ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે. ચોરીનો મુદામાલ ખરીદનાર આરોપી કમલેશભાઇ ભરતભાઇ સોની ઉ.વ.૩૭ રહે- દરજી ચકલા ઉંઝા જીલ્લો – મહેસાણા
ગુના કામે સંડોવાયેલ ચીખલીગર ગેંગના આરોપીઓ (૧) લખનસિંહ જીતસિંહ શીખ રહે– વડગામ જી-બનાસકાંઠા (ર) સતપાલસિંગ કિરપાલસિંગ સ૨દા૨ રહે- વડનગર મહેસાણા (૩) ભગતસિંહ જીતસિંહ શીખ રહે- ખેરાલુ જી-મહેસાણા (૪) લખનસિંગ કિરપાલસિંગ સ૨દાર રહે– વડનગર મહેસાણા
કબ્જે કરેલ મુદામાલ (૧) ગુના કામે ગયેલ ચાંદીના નાના મોટા દાગીના જેમાં ચાંદીની પાયલ, ચાંદીના ઝુડા, ચાંદીના ગ્લાસ, ચાંદીની મુર્તી, ચાંદીની બંગડી ચાંદીના હાર, ચાંદીની અલગ અલગ સાઈઝની વિંટીઓ તથા નાના પેન્ડલને પીંગળાવી દઇ ચાંદીની પ્લેટ બનાવેલ તે ચાંદીની પ્લેટ નંગ-૧ વજન ૪ કિ.ગ્રા. 900 ગ્રામ કિ.રૂ. ૨,૭૧,૪૦૦/ (૨) મોબાઈલ ફોન નંગ–૨ કિ.રૂ. ૧૦,૦૦૦/ કુલ કિ.રૂ.- ૨,૮૧,૪૦૦/
ચીખલીગર ગેંગના આરોપીઓનો ગુનાહિત પૂર્વ ઇતિહાસ(૧) લખનસિંહ જીતસિંહ શીખ રહે વડગામ જી-બનાસકાંઠા ગાંધીનગર સેકટર-૭ પો.સ્ટે. ગુ.૨.નં.૯૭/૨૦૧૯ઇ.પી.કો.ક ૩૮૦,૪૫૪,૪૫૭ (૨) સતપાલસિંગ કિરપાલસિંગ સ૨દાર રહે– વડનગર મહેસાણા – બી ડીવી. પો.સ્ટે. હિંમતનગર ગુ.૨.નં.૦૦૭/૧૯ઇ.પી.કો.ક. ૩૮૦,૪૫૪, ૪૫૭ – લક્ષ્મીપુરા પો.સ્ટે. વડોદરા શહેર .ગુ.૨.નં.૩૩૨/૨૦૨૧૩૮૦,૪૫૪,૪૫૭ ગોરવા પો.સ્ટે.વડોદરા શહેર .ગુ.ર.નં.૨૬૫/૨૦૨૧ઇ.પી.કો.ક. ૩૮૦,૪૫૪,૪૫૭ (૩) ભગતસિંહ જીતસિંહ શીખ રહે-ખેરાલુ જી-મહેસાણા ગાંધીનગર ડભોડા ફ.ગુ.ર.નં.૦૫/૧૫ ઇ.પી.કો.ક. ૩૭૯,૧૧૪ (૪) લખસિંગ કિરપાલસિંગ સ૨દા૨ રહે- વડનગર મહેસાણા પાટણ સિધ્ધપુર પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૬૯/૧૨ ઈ.પી.કો. ક.૩૯૪ સયાજીગંજ પો.સ્ટે. ફ.ગુ.૨.નં. ૧૦૪/૨૦૧૩ઇ.પી.કો.ક. ૩૭૯
માંજલપુર પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૬૬/૨૦૧૩ઇ.પી.કો.ક. ૪૫૪,૪૫૭,૩૮૦ અમદાવાદ નારણપુરા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૭૧/૨૦૧૨ ઇ.પી.કો.ક. ૪૫૪,૪૫૭,૩૮૦ અમદાવાદ નારણપુરા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૦૯/૨૦૧૨ ઇ.પી.કો.ક. ૪૫૪,૪૫૭,૩૮૦ હિમંતનગર ટાઉન પો.સ્ટે. ફ.ગુ.૨.નં. ૫૬/૨૦૧૨ ઇ.પી.કો.ડ. ૩૯૪,૧૧૪
આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.રાણા તથા ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર પી.એન.ઝીંઝુવાડીયા તથા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઈન્સપેક્ટર ડી.આર.ગઢવી તથા એલ.સી.બી.સ્ટાફ તથા બી ડીવીઝન પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટ : ભારતી માખીજાણી ગાંધીધામ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!