લોએજ : ચાંડેરા કોલેજ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ નિમીતે બાઈક ત્રિરંગા યાત્રા યોજાય

🇳🇪 આઝાદી કા અમૃત મહોત્સવ નિમીતે બાઈક ત્રિરંગા યાત્રા યોજાય🇳🇪
જૂનાગઢ જિલ્લા ભાજપ શિક્ષક સેલના કન્વીનર અને ચાંડેરા કોલેજ લોએજ તેમજ ચાંડેરા કોલેજ દિવરાણા ( ધાર) તા.માંગરોળના સ્થાપક સંચાલક શ્રી ડો.વેજાભાઈ એમ.ચાંડેરા દ્વારા આજરોજ તા.૧૧/૦૮/૨૦૨૨ ને ગુરૂવારે ત્રિરંગા બાઈક યાત્રા યોજવામાં આવી હતી.જે માંગરોળ તાલુકાના લોએજ ગામની ચાંડેરા કોલેજ થી પ્રસ્થાન કરવામાં આવેલ ત્યાથી રહીજ શહીદ વીર વિક્રમસિંહના સ્ટેચયુ એ સૌ પ્રથમ ત્રિરંગો ફરકાવીને શહીદોને યાદ કરી આગળ વધી હતી અને આ યાત્રામાં નિવૃત ફોજી ભાઈઓ પણ જોડાયા હતા.અને આશરે ૨૦ જેટલા ગામડાઓમાં ડી.જે.માં દેશ ભકિતના ગીતો સાથે યાત્રા નીકળી હતી.
આ યાત્રામાં જનરલ ગુજરાત આહીર સમાજ અને જૂનાગઢ જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ ગોવિંદભાઈ ચોચા,પ્રદેશ માલધારી સેલમાંથી ભગવાનભાઈ મોરી,રહીજ ગામના સરપંચ ભરતભાઈ રામ અને આશરે ૩૦૦ જેટલા યુવાનો,વેપારીઓ,વડીલો વરસાદી વાતાવરણ અને રક્ષાબંધન જેવા પવિત્ર તહેવાર હોવા છંતા ખુબ જ ઉત્સાહ પૂવૅક જોડાયા હતા.અને યાત્રાને સફળ બનાવવા માટે ચાંડેરા કોલેજ લોએજ અને દિવરાણા( ધાર) કોલેજના સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી.સૌ યાત્રામાં જોડાયેલા દેશપ્રેમી લોકોનો ડો.વેજાભાઈ એમ.ચાંડેરાએ આભાર વ્યકત કરેલો અને સૌ ચા,અલ્પાહાર કરીને છુટા પડ્યા હતા.ભારત માતા કી જય.વંદે માતરમ્ .જય જય શ્રી રામ.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756