પોલીસ ભરતી પરીક્ષા પાસ કરનાર યુવાનોને જરૂરી દસ્તાવેજો મામલતદાર કચેરીમાંથી મળતા રાહત

પોલીસ ભરતી પરીક્ષા પાસ કરનાર યુવાનોને જરૂરી દસ્તાવેજો મામલતદાર કચેરીમાંથી મળતા રાહત
Spread the love

પોલીસ ભરતી પરીક્ષા પાસ કરનાર યુવાનોને જરૂરી દસ્તાવેજો મામલતદાર કચેરીમાંથી મળતા રાહત

મામલતદારે યુવાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખી તાત્કાલીક વ્યવસ્થા કરી

પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાના કંબોડીયા ગામના ૩,રાજવાડી ગામના ૨,બોરખાડી ગામના ૧ અને મૌઝા ગામના ૨ યુવાનોએ સન ૨૦૨૦-૨૧ માં પડેલ પોલીસ ભરતીમાં ઉમેદવારી નોંધાવી હતી.જેમા પીએસઆઇ-એએસઆઇ અને કોન્સ્ટેબલમાં શારીરિક-લેખિત અને મૌખિક પરીક્ષા પાસ કરી લીધેલ છે.આગામી ૧૨-૧૩ ઓગષ્ટ સુધી ધો.૧૦ થી ગ્રેજ્યુએટ સુધીના અભ્યાસક્રમનું પ્રમાણપત્ર,જાતિનું પ્રમાણપત્ર,ખેતીની નકલ સહિતના જરૂરી કાગળપત્રો સબમીટ કરવાના છે.પરંતુ નેત્રંગ તાલુકા તલાટી મંડળ અનિશ્ચિત મુદતની હડતાલ ઉપર હોવાથી પોલીસ ભરતીમાં પાસ થયેલા યુવાનોને કાગળપત્રો મળતા નથી. તલાટી હડતાલ ઉપર હોવાથી કામગીરી કરતાં નહીં હોવાથી નેત્રંગના ૮ યુવાનોએ પોલીસ ભરતી તો પાસ કરી,પરંતુ નોકરી મળશે નહિં તેવું જણાઇ રહ્યું હતું.

જેમાં યુવાનોની તકલીફ નેત્રંગ મામલતદાર યુ. બી. પરમારનું ધ્યાન દોરતા રેવન્યુ વિભાગના તલાટી રોહિત ચૌધરી કે જેઓ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે ટ્રેનીંગમા હોય ત્યાંથી તાત્કાલિક કલેક્ટર કચેરીથી પરત બોલાવી અને નાયબ મામલતદાર શૈલેષ વસાવાની રજા રદ્દ કરી યુવાનોને તાત્કાલિક જરૂરી દાખલાઓ કાઢવાની કામગીરી સોપવામાં આવતા રેવન્યુ તલાટી રોહિત ચૌધરી અને નાયબ મામલતદાર શૈલેષ વસાવાએ હાજર થઇ દાખલાઓ આપવાની કામગીરી કરતા યુવાનોમાં આનંદની લાગણી ફરી વળી છે.

રિપોર્ટ :- દિવ્યાંગ મિસ્ત્રી, નેત્રંગ.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

           

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!