ગોધરા : સ્નેચીંગમાં ગયેલ મોબાઇલ ફોન સાથે આરોપીઓ ને પોલીસે ઝડપી પાડયા

સ્નેચીંગમાં ગયેલ મોબાઇલ ફોન સાથે આરોપીઓ ને ઝડપી પાડતી ગોધરા શહેર “એ” ડીવીઝન પોલીસ
ગોધરા શહેર એ.ડીવી.પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મોબાઇલ સ્નેચીંગ ગુન્હાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી સ્નેચીંગમાં ગયેલ મુદ્દામાલ મોબાઇલ ફોન રૂ.૨૦,૦૦૦/- સાથે આરોપીઓને ઝડપી પાડતી ગોધરા શહેર “એ” ડીવીઝન પોલીસ
પંચમહાલ ગોધરા રેન્જના ડી આઇ જી શ્રી એમ.એસ. ભરાડા સાહેબ નાઓએ આપેલ સુચના મુજબ પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી સી.સી.ખટાણા સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ પો.સ્ટે.વિસ્તારમાં બનતા વણશોધાયેલ મિલકત સંબધી ગુન્હઓ શોધી કાઢવા તેમજ નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા પોલીસ ઇન્સપેકટર શ્રી એન.આર.ચૌધરી ગોધરા શહેર એ ડીવી. પો.સ્ટે.નાઓએ સર્વેલન્સ સ્કોર્ડના એ.એસ.આઇ. ગણપતસિહ શનાભાઇ તથા સ્ટાફના તમામ માણસોને ખાનગી બાતમીદારથી ચોકકસ બાતમી હકીકત મેળવવા સમજ કરેલ દરમ્યાન અત્રેના પો.સ્ટે.મા ગુ.ર.નં-૫૬૬/૨૦૨૨ ઇ.પી.કો કલમ-૩૭૯(એ)(૩) મુજબનો ગુન્હો નોંધાયેલ જે ગુન્હાની તપાસ સારૂ ઉપરોકત તમામ ઉપરી અધિકારીઓ તરફથી જરૂરી સુચના અને માર્ગદર્શન મળેલ જે આધારે કમાન્ડ એન્ડ કંટ્રોલના સી.સી.ટી.વી. ફુટેજ તેમજ અન્ય સી.સી.ટી.વી ફુટેજ પણ ચેક કરવામા આવેલ તેમજ ઉપરોકત બનાવ બાબતે એલ.સી.બી. શાખાના સ્ટાફના માણસો ઉપરોકત ગુન્હો ઉકેલવામાં પ્રયત્નશીલ હતા તેઓ સાથે સંકલનમાં રહેલ દરમ્યાન હયુમન સોર્સીસ આધારે તેમજ અંગત બાતમીદારથી મળેલ બાતમી આધારે ઉપરોકત ગુન્હામા સંડોવાયેલ ઇસમોને પો.સબ.ઇન્સ ડી.જી. પરમાર તથા સર્વેલન્સ સ્કોર્ડના માણસો સાથે રાખી બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા બાતમી મુજબના ઇસમો ઝડપાઇ ગયેલ અને તેઓની અંગઝડતીમાંથી સ્નેચીંગમાં ગયેલ મોબાઇલ ફોન તથા ચીલઝડપ કરવામાં ઉપયોગમાં લીધેલ મોટરસાયકલ સાહિતનો મુદામાલ કબજે લઇ ગણતરીના કલાકોમા ઉપરોકત અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરી આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756