જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી. નર્મદા

જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી. નર્મદા
રાજપીપલા પો.સ્ટે. વિસ્તારના માંગરોલ ગામમાં શ્રાવણીયો જુગાર રમતા ચાર જુગારીઓને કુલ્લે રૂ.૧૪,૯૪૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી. નર્મદા
શ્રી એમ.એસ. ભરાડા, ઇચા.પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા શ્રી પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક, નર્મદાનાઓએ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને ડામી દેવા તેમજ પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિને નેસ્તો નાબુદ કરવાની કડક સુચના અને માર્ગદશન અનુસંધાને શ્રી એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓએ જુગારના કેસો શોધી કાઢવાની એલ.સી.બી.ના સ્ટાફને સુચના કરતા દરમ્યાન અ.હે.કો. કિરણભાઇ રતિલાલ નાઓને બાતમી મળેલ કે, માંગરોલ ગામમાં તડવી ફળીયામાં ખુલ્લામાં કેટલાંક ઇસમો પત્તા પાનાનો હાર-જીતનો જુગાર રમી રહેલ છે. જે ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી.ના પોલીસ સ્ટાફના આ.હે.કો. મુનિરભાઇ તથા આ.હે.કો. ઉમેશભાઇનાઓ સાથે માંગરોલ ગામે બાતમી વાળી જગ્યાએ જુગાર અંગેની રેઇડ કરતા કેટલાંક ઇસમો ટોળુ વળીને પત્તા-પાનાનો હાર-જીતનો જુગાર રમતા ઝડપી પાડેલ જે પૈકી (૧) અનુરાજસિંહ હિમ્મતસિંહ ગોહીલ રહે. જુના રામપુરા તા.નાંદોદ જી.નર્મદા (૨) હરેશભાઇ મહેશભાઇ વસાવા રહે. જુના રામપુરા તા.નાંદોદ જી.નર્મદા (૩) કનુભાઇ બબુભાઇ તડવી રહે. જુનારામપુરા તા.નાંદોદ જી.નર્મદા (૪) વિક્રમભાઇ ભુરાભાઇ તડવી રહે. નવા રામુપુરા તા.નાંદોદ જી.નર્મદાનાને રોકડ રકમ રૂ. ૧૪,૯૪૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી તથા ગુનાના કામે (૧) લક્ષ્મણભાઇ મેલાભાઇ તડવી રહે. માંગરોલ તા.નાંદોદ જી.નર્મદા (૨) રમેશભાઇ ઉર્ફે જાડીયો શનાભાઇ તડવી રહે. માંગરોલ તા.નાંદોદ જી.નર્મદા નાને વોન્ટેડ જાહેર કરી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી તમામ આરોપીઓ વિરૂધ્ધમાં રાજપીપલા પો.સ્ટે.માં જુગારધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.
રીપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756