ધામળેજ -વેરાવળ નેશનલ હાઇવે રોડ અતિ બિસ્માર હાલતમાં

ધામળેજ -વેરાવળ નેશનલ હાઇવે રોડ અતિ બિસ્માર હાલતમાં…
ખાડા માં રોડ જેવી સ્થિતિ જોવા મળી રહી છે..
પ્રાચી તીર્થ…આ કોઈ વાડીનો રસ્તો નથી સરકારના ચોપડે આ હાઇવે નામ થી ઓળખાય છે આ સુત્રાપાડા- કોડીનાર હાઈવે ના દૃશ્યો છે આ રસ્તો એટલી હદે બગડી ગયો છે કે જેની કોઈ સીમા નહી અને રસ્તા થી વાહન ચાલકો પરેશાન બન્યા છે. એક બાજુ વેરાવળ કોડીનાર નેશનલ હાઈવે રોડ ખાડામાં રોડ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે આ રોડ ભારે વરસાદથી અતિ બિસ્માતમાં હોય ત્યારે અમુક લોકો આ રસ્તા પરથી પસાર થતા હોય છે ત્યારે આ રોડની પરિસ્થિતિ ગંભીર બની છે રોડ અતિ બિસમાર થતા વાહન ચાલકો જીવ ના જોખમે વાહન ચલાવી રહ્યા છે દર વખતે ચોમાસા દરમ્યાન વેરાવળ- કોડીનાર અને કોડીનાર- સુત્રાપાડા-વેરાવળ બંને હાઇવે પર રોજના હજારો વાહનો ની અવર જવર રહેછે જે રોડ ધોવાઈ જતા રોડ વચેજ મસ મોટા ખાડા પડી ગયા છે જેથી વારંવાર એક્સિડન્ટ ના બનાવો બનતા રહે છે તો બીજી બાજુ હાલ ચાલી રહેલ પવિત્ર શ્રાવણ માસ નિમિતે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ના દર્શન કરવા હજારો યાત્રિકો નો પણ ઘસારો વધુ રહેતા વારંવાર ટ્રાફિક જામ થયા ના પણ દ્રષ્યો જોવા મળે છે એક બાજુ રસ્તો પૂરો ધોવાઈ ગયો છે તેમાં પણ મોટા મોટા ખાડા પડી જતા વરસાદ થી ગોઠણડૂબ પાણી ભરાયા છે અને કીચડ થાય છે જેથી અનેક વાહન ચાલકો અકસ્માત નો શિકાર બને છે દર વખતે આ રોડ અતિ બિસ્માર થતા વાહન ચાલકો પારા વાર મુશ્કેલીઓ વેઠી રહયા છે છતાં તંત્ર ને ધ્યાને નથી આવતું કે આંખ આડા કાન કરી બેઠું છે વારંવાર હાઇવે ઓર્થોરિટી ને જાણ કરવા છતાં કોઈ પગલાં લેવાતા નથી અને આ રસ્તા પરથી પસાર કેમ થયું તે પણ એક સવાલ છે? વહેલી તકે આ રોડનું નિરાકરણ આવે તેવું પ્રજા ની માંગ છે……
રિપોર્ટ.. શૈલેષ વાળા પ્રાચી ગીર સોમનાથ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756