આર. સી. મિશન શાળા વડતાલમાં જન્માષ્ટમી પર્વની અનોખી ઉજવણી

જન્માષ્ટમી પર્વની અનોખી ઉજવણી આર. સી. મિશન શાળા વડતાલમાં
૧૮ ઓગસ્ટ૨૦૨૨ ગુરૂવારના વડતાલ તા. નડિયાદ જી. ખેડાઆજ રોજ શાળા પટાંગણમાં પ્રાર્થના સમયે નંદ મહોત્સવની ઉજવણી વિશે રજૂઆત શિક્ષક ડોક્ટર શૈલેષ વાણીયા શૈલ દ્વારા શ્રી કૃષ્ણ ભગવાનના જન્મ જયંતીની પૌરાણિક કથાને બાળકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી. મામા કંસ તેમની બહેન દેવકીનું આઠમું સંતાન એટલે કાનો આઠમના દિવસે તેઓનો જન્મ થયો હતો અસત્ય ઉપર સત્યનો વિજય પ્રાપ્ત થાય તે હેતુસર કૃષ્ણ ભગવાને પૃથ્વી ઉપર જન્મ લઇ મામા કંસનો વધ કર્યો હતો. ડાકોર વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળો બાધી લાલાને (ભગવાનને) હીંગળા ઉપર ઝુલાવવામાં આવે છે. શાળાના આચાર્યશ્રી અનિકેત ડાભીદ્વારા નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી, હાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી સુંદર ગીત ગવડાવી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સાથી શિક્ષક મિત્રોએ પણ આ ઉત્સવ માં ઉત્સાહભેર ભાગ લીધો હતો. છઠ્ઠ, સાતમ, આઠમ ની મજા માણી હતી. કાના નો કીરદાર ધોરણ સાત નો વિદ્યાર્થી યુવરાજ ભરવાડ દ્વારા નિભાવવામાં આવ્યો હતો. અનોખી ઉજવણ જોવા મળી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756