જન્માષ્ટમી પર્વના લોક્મેળામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

જન્માષ્ટમી પર્વના લોક્મેળામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
ગોસા(ઘેડ) પોરબંદર : હાલમાં પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન સાતમ આઠમ ના તહેવાર દરમ્યાન ભગવાન શ્રી ક્રુષ્ણ ના જન્મોત્સવ પ્રસંગે ઉજવાતા જન્માષ્ટમી પર્વ નિમિતે પોરબંદર ના લોક્મેળામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોરબંદર પોલીસ દ્રારા મેળમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાવાવેલ છે.
સૌરાષ્ટ્રમાં સાતમ આઠમ ના જન્માષ્ટમી મેળો રાજકોટ પછી બીજા નંબરનો પોરબંદર નો જન્માષ્ટમી મેળો વખણાય છે. ત્યારે છેલ્લા બે વરસથી કોરોના મહામારીના લીધે જન્માષ્ટમીના લોકમેળઓ બંધ હતા. ત્યારે બે વરસ બાદ ઉજવાતા જન્માષ્ટમીના પોરબંદરના લોક્મેળા માનવ મહેરામણ વધુ પ્રમાણમાં મેળાની મોજ માણવા આવનાર હોય તેથી પોરબંદર જિલ્લા પોલીસ અધીક્ષક શ્રી ડૉ.રવિ મોહન સૈની સાહેબ નઓના સુચના મુજબ તથા નાયબ પોલીસ અધીક્ષક શહેર/ગ્રામ્ય નાઓના માર્ગદર્શન અન્વયે જન્માષ્ટમી ના પર્વ અનુસંધાને આજે પોરબંદર ચોપાટી મેળા મેદાન ખાતે યોજાયેલ લોકમેળામાં અને વિવિધ મંદિરોમાં ક્રુષ્ણ જન્મોત્સવ ની રંગેચંગે ઉજવણી થવાની હોય ત્યારે મેળામાં આ વર્ષે મોટા પ્રમાણમાં માનવ મેદની એકઠી થશે ત્યારે ટ્રાફિક મી સમસ્યા ન સર્જાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેમજ કાયદો-વ્યવસ્થા ની પરિસ્થિતિ જળવાયરહે તેવા હેતુથી પોરબંદર જિલ્લના પોલીસ અધિકારીઓ/ કર્મચારીઓનો મેળામાં ચુસ્ત બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે.
જન્માષ્ટમીનાઆ લોકમેળામાં SHE TEAM ના મહિલા પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ દ્રારા ફુટ પેટ્રોલિંગ કરવામાં આવેલ અને મહિલાઓને તાત્કાલીક જરૂર પડે તો “SHE TEAM” નો સંપર્ક કરવા અથવા મહીલા હેલ્પ લાઈન ૧૮૧ તથા ૧૦૦ નંબર ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવેલ છે.
જન્માષ્ટમીના લોક્મેળા દરમ્યાન સમગ્ર બંદોબસ્ત દરમ્યાન ડ્રોનની મદદથી એસ.ઓ.જી. દ્રારા વિહંગાવલોકન કરી મેળામાં માનવ મહેરામણ પર બાજ નજર રાખવામાં આવશે. તેમજ બ્રિથ ઓનાલાઈઝરની મદદથી સમગ્ર મેળા મેળા બંદોબસ્ત ને દારૂ જેવી બદીથી દૂર રાખવામાં આવશે. જ્યારે ટ્ર્રાફિક પોલીસ દ્રારા લાઈટ બેટન તેમજ કોલર લાઈટસ નો ગાઈટ દરમ્યાન ઉપયોગ કરી લોકોને યોગ્ય દિશા અને માર્ગદર્શન આપવામાં આવશે.જન્માષ્ટમીનો મેળો સુખરૂપ શાંતીમય અને સૌહાદપુર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે પોરબંદર પોલીસ સતત પ્રયત્નશીલ છે.
રીપોર્ટ : વિરમભાઈ કે. આગઠ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756