ખેડબ્રહ્મા: શ્રી જ્યોતિ વિદ્યાલય ખાતે શિક્ષક દિનની ભવ્ય ઉજવણી.

ખેડબ્રહ્મા: શ્રી જ્યોતિ વિદ્યાલય ખાતે શિક્ષક દિનની ભવ્ય ઉજવણી.
5મી સપ્ટેમ્બર એ આપણા રાષ્ટ્રપતિ ડો. સવૅપલ્લી રાધાકૃષ્ણના જન્મ દિવસની યાદમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે.
5 મી સપ્ટેમ્બર ના રોજ તમીલનાડુના તિરુમની નામના નાનકડા ગામમાં તેમનોજન્મ થયો હતો
તેઓ પ્રથમ વ્યવસાયે શિક્ષક હતા ત્યારબાદ રાષ્ટ્રપતિ ના સર્વોચ્ચ પદ પર પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ત્યારબાદ રાષ્ટ્રપતિ પદ શોભાવ્યું હતું.
પાંચમી સપ્ટેમ્બર તેમના જન્મ દિનને શિક્ષક દિન તરીકે ભારત ભરમાં ઉજવવામાં આવે છે.
શાળા, મહાશાળાઓમાં ભણતા વિદ્યાર્થી મિત્રો સ્વયં શિક્ષક દિનની ઉજવણી ઉત્સાહભેર કરતા હોય છે.
નાના બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ ને બહાર લાવવાનું પ્લેટફોર્મ એટલે સ્વયંશિક્ષક દિનની ઉજવણી.
એક શિક્ષક નું સ્થાન અને માન સમાજમાં કેટલું હોય છે
તેની પ્રતીતિ બાળકોમાં થાય
અને એક આદર્શ શિક્ષક કેવો હોય તે તેના ગુણોથી બાળકો પરિચિત થાય છે
શિક્ષક દ્વારા વર્ગોમાં શિક્ષણ કાર્ય કરવા માટે કેટલી તૈયારી કરવી પડે છે,જો તૈયારી કર્યા વગર શિક્ષક વર્ગમાં જાય તો તે વિદ્યાર્થીઓને સારું શિક્ષણ કાર્ય કરાવી શકતો નથી તેની અનુભૂતિ
સ્વયં શિક્ષક માં ભાગ લેનાર દરેક બાળકોને થતી હોય છે
ચાણક્ય એ કહ્યું છે કે
શિક્ષક કભી સાધારણ નહી હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદમે ખીલતે હૈ.
શ્રી જ્યોતિ વિદ્યાલય ખાતે સ્વયં શિક્ષક દિનની ઉજવણી માં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
એક થી છ તાસ શિક્ષણકાર્ય કર્યા બાદ
સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જેવી કે વન મિનીટ કાયૅક્રમ માં
સોયમાં દોરો પરોવવો,
ટેબલ ઉપર ચોક ઉભા રાખવા,
ફુગ્ગા ફુલાવવા, બિંદીઓ લગાવવી, બંગડીઓ પહેરવી, લોટમાંથી ચોકલેટ શોધવી, દોરડા કૂદ સ્પર્ધા, લખોટી ડબ્બામાં નાખવી, બિસ્કીટ ખાવા વગેરે જેવી પ્રવૃત્તિઓ એક મિનિટમાં કરવા માટે બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
શિક્ષક બનનાર વિદ્યાર્થી મિત્રોએ શિક્ષણ કાર્ય કરવું અઘરું છે તેવું તેમના પ્રતિભાવો માં જણાવ્યું હતું.
સાથે, અમે પણ આગળ ભણી ગણીને શિક્ષક બનશું તેવો ગોલ નક્કી કર્યો હતો.
સ્વયં શિક્ષક દિનની ઉજવણીથી શિક્ષક બનનાર મિત્રોમાં અને વિદ્યાર્થીઓમાં જોમ અને જુસ્સો ઉભરી આવ્યો હતો
સમગ્ર સ્ટાફ મિત્રોના સાથ અને સહકારથી સ્વયં શિક્ષક દિનની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી.
સ્વયં શિક્ષક દિનની ઉજવણીમાં ભાગ લેનાર તમામ બાળકોને આચાર્ય સુરેશભાઈ પટેલે અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756