રાજકોટ માં ફૂડ વિભાગને શંકાસ્પદ ઘી વેંચાણ થતું હોય માહિતી મળતા ચેકીંગ હાથ ધર્યું

રાજકોટ માં મહાનગરપાલિકાના ફૂડ વિભાગને શંકાસ્પદ ઘી વેંચાણ થતું હોય માહિતી મળતા ચેકીંગ હાથ ધરાઈ.
રાજકોટ માં મહાનગરપાલિકાના ફૂડ વિભાગને શંકાસ્પદ ગુણવત્તાવાળું ઘી વેંચાણ થતું હોવાની માહિતી અન્વયે રાજકોટ શહેરના શ્રી સ્વામિનારાયણ શોપિંગ સેન્ટર શોપનં.૧૦૧-૧૦૨ પરાબજાર રાજકોટ મુકામે આવેલ ‘વોલ્ગા કોર્પોરેશન’ પેઢીની ફૂડ વિભાગની ટીમે રૂબરૂ સ્થળ તપાસ કરેલ. સદર પેઢીના ભાગીદારશ્રી ભુવનેશ દીપકભાઈ ચંદ્રાણી દ્વારા ‘GREEN EVER PREMIUM GHEE (ઉત્પાદક/યશ ડેરી સ્પાઇસીઝ & ફૂડ્સ પ્રા.લી. બ્લોકનં.૪૬૨, સર્વેનં.૭૭૬, કરશન ફળિયા, ઓઝર રોડ, મોટાપોંઢા, તા.કપરાડા, જી.વલસાડ,ગુજરાત) લેબલ ધરાવતા પાઉચ કુલ ૨૧૬ નંગ (૧૦૬ લિટર) તથા ‘NAYANDEEP PURE GHEE (ઉત્પાદક: વોલ્ગા કોર્પોરેશન દાણાપીઠ રાજકોટ) ના કુલ ૧૨ ટીન (૧૮૦ KG) નો જથ્થો વેંચાણ માટે સંગ્રહ કરેલ. સદરહુ બંન્ને બ્રાન્ડનો ઘી નો જથ્થો શંકાસ્પદ જણતા જથ્થામાંથી ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી ‘GREEN EVER PREMIUM GHEE તથા ‘NAYANDEEP PURE GHEE ના નમૂના લેવામાં આવેલ. વિશેષમાં બાકી રહેલ ‘GREEN EVER PREMIUM GHEE નો ૨૧૨ નંગ પાઉચ (કિ.૫૬,૧૮૦) તથા ‘NAYANDEEP PURE GHEE ના કુલ ૧૨ ટીન (૧૭૯ KG) કિ.૧,૦૭,૪૦૦ જથ્થો મળીને કુલ અંદાજિત ૨૮૫ kg ઘીનો જથ્થો સ્થળ પર સીલ કરી સીઝ કરેલ. જેની કુલ કિ.રૂ.૧,૬૩,૫૮૦ ની થવા જાય છે.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756