રાજકોટ માં વોર્ડનં.૨/૩નો સંયુક્ત ૮માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

રાજકોટ માં વોર્ડનં.૨/૩નો સંયુક્ત ૮માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.
Spread the love

રાજકોટ માં મહાનગરપાલિકા દ્વારા વોર્ડનં.૨/૩નો સંયુક્ત ૮માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

રાજકોટ માં મહાનગરપાલિકા દ્વારા જુદી-જુદી સેવાઓ અંગે તા.૧૦/૯/૨૦૨૨ના રોજ સવારે ૯ કલાકે મહર્ષિ દધિચિ પ્રાથમિક શાળા, શાળાનં.૫૯, બજરંગવાડી સર્કલ પાછળ, પુનિતનગર ખાતે વોર્ડનં.૨ અને ૩નો સંયુક્ત સેવાસેતુ કાર્યક્રમ યોજાયો. જેનું દિપ પ્રાગટ્ય માન.સાંસદસભ્યશ્રી રામભાઈ મોકરીયા સહીત મંચસ્થ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડૉ.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેલ. આ અવસરે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ડેપ્યુટી મેયર ડૉ.દર્શિતાબેન શાહ, શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર, કોર્પોરેટરશ્રીઓ મનીષભાઈ રાડીયા, જયમીનભાઇ ઠાકર, અલ્પનાબેન દવે, મીનાબા જાડેજા, કંકુબેન ઉધરેજા, નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, વોર્ડનં.૨ અને ૩માં ભાજપાના હોદ્દેદારો મનુભાઈ વઘાસીયા, રાજેન્દ્રસિંહ ગોહિલ, ભાવેશભાઈ ટોયટા, દશરથસિંહ વાળા, હિતેશભાઈ રાવલ વગેરે ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે સાંસદશ્રી રામભાઈ મોકરીયાએ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં જીલ્લા, તાલુકા કક્ષાએ તથા નગરપાલિકા અને મહાનગરપાલિકા કક્ષાએ યોજવામાં આવતા આ “સેવાસેતુ” કાર્યક્રમ થકી અત્યાર સુધીમાં અનેક નાગરિકોએ લાભ મેળવેલ છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા છેલ્લા ૨૫ વર્ષથી લોકોના કામ માટે લોકોના ઘર આંગણે જઈ, ધક્કા ખવડાવ્યા વગર લોકોના કામો થાય તે માટે સતતપણે પ્રયત્નો થતા રહ્યા છે. જેના ફળ સ્વરૂપે “સેવાસેતુ” કાર્યક્રમ થકી સરકાર લોકોના દ્વારે આવીને ઉભી છે જેથી લોકોએ સરકારના દ્વારે જવાની જરૂર નથી. વર્તમાન રાજ્ય સરકાર દ્વારા લોકોના લાભાર્થે મુકાતી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવો એ સેવા સેતુ કાર્યક્રમનો હેતુ છે. જુદી-જુદી ૫૧થી વધુ સરકારી યોજનાઓની માહિતી, માર્ગદર્શન તેમજ તેનો સરળતાથી લાભ મળી રહે તે મુજબનું આયોજન કરવામાં આવે છે. ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીયશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શાસનની ધૂરા સંભાળી ત્યારથી રાજ્યના છેવાડાના માનવી સુધી સરકારી સેવાઓનો લાભ ઘર આંગણે જ મળી તે માટે ગરીબ કલ્યાણ મેળા, સેવાસેતુ વગેરે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવેલ, જેને લીધે લોકોનો કિંમતી સમય બચી જવા પામેલ છે. રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની વર્તમાન સરકાર દ્વારા સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ મહત્તમ લોકોને મળતો થયો છે. આજે રેશનકાર્ડ, આધારકાર્ડ તેમજ સરકાર દ્વારા આપવામાં આવતી જુદી-જુદી સેવાઓની તેમજ સરકાર દ્વારા અમલમાં મુકાયેલ જુદી-જુદી યોજનાઓની કામગીરી ખુબ જ ઝડપી બની છે. આ પ્રસંગે મેયરશ્રીએ કહ્યું હતું કે લોકોને જુદી-જુદી કચેરીએ ધક્કા ન ખાવા પડે, પોતાનો સમય બચે તેવા શુભ હેતુથી જ રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુનો આયોજન કરેલ અને તબક્કાવાર સેવા સેતુ યોજવામાં આવી રહ્યો છે. સરકારની વિવિધ સેવાઓ એક જ સ્થળે નિકાલ થાય તેવી વ્યવસ્થા કરાયેલ છે જેના કારણે લોકોને ખુબ જ રાહત થાય છે. ૨૦૧૬ થી અત્યાર સુધીમાં જુદા-જુદા તબક્કાના સેવા સેતુ યોજવામાં આવ્યા છે જેમાં રાજકોટ શહેરના ૯૫૦૦૦થી વધુ લાભાર્થીઓએ તેમનો લાભ લીધેલ છે. સરકાર દ્વારા શોષિત, પીડિત, દીકરીઓ, વૃધ્ધો, દિવ્યાંગ વિગેરે માટે જુદા-જુદા લાભો આપવામાં આવી રહ્યા છે. આયુષ્માન ભારત કાર્ડ મારફત રૂ.પ લાખ સુધીની આરોગ્યને લગતી સહાય આપવામાં આવે છે અને નામાંકિત હોસ્પિટલોમાં સારવાર મળી રહી છે. આ યોજનાથી ગરીબ વર્ગના લોકોની સરકાર માં-બાપ બનીને ઉભી છે. દર્દીને સારવાર બાદ હોસ્પિટલથી ઘરે સુધી પહોંચવા માટે ભાડા સહિતની સહાય આપવામાં આવી રહી છે. કોરોનાકાળમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ વર્ગના લોકોને નિ:શુલ્ક અનાજ આપવામાં આવેલ છે. વિશેષમાં મેયરશ્રીએ જણાવેલ કે રાજકોટ મહાનગરપાલિકા પણ શહેરના ગરીબ અને માધ્યમ વર્ગના લોકોને આરોગ્યની સારવાર મળી રહે તે માટે શહેરમાં ૨૧ આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે ઉપરાંત શ્રમિકોને પોતાના ધંધા રોજગાર કે નોકરીના સમય બાદ પ્રાથમિક સ્વાસ્થ્ય ચકાસણી કરાવી શકે તે માટે જુદા જુદા સલામ વિસ્તારોમાં સાંજના ૫ થી ૯ વાગ્યા સુધી દિનદયાળ ઔષધાલય શરુ કરવામાં આવ્યા છે આ સેવાને કારણે શ્રમિક વર્ગને પોતાનો રોજ (રોજગારી) ગુમાવી પડતી નથી. સરકારી શાળાઓમાં ભણતા બાળકોને પણ સ્કુલ બેગ, બુટ, મોજા, યુનિફોર્મ જેવી સુવિધા આપવામાં આવે છે. આમ સરકાર તમામ વર્ગ માટે ચિંતા કરી રહી છે અને અનેક વિકાસોના કામોમાં અગ્રેસર રહી છે. આજના આ સેવા સેતુંમાં વધુને વધુ લોકો લાભ મેળવે તેમ મેયરશ્રીએ અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ ની શરૂઆતમાં રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરીયા સહિતના ઉપસ્થિત સૌ મહાનુભાવોના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરાયેલ ત્યારબાદ ડે.મેયર ડૉ.દર્શીતાબેન શાહ દ્વારા ઉપસ્થિત સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરેલ અને કોર્પોરેટર મીનાબા જાડેજા અને અલ્પનાબેન દવેએ ઉપસ્થિત સૌ મહાનુભાવોને પુસ્તક અર્પણ કરી સ્વાગત કરેલ. કાર્યક્રમના અંતે વોર્ડનં.૩ના કોર્પોરેટર અલ્પનાબેન દવેએ આભાર વિધિ કરેલ.

રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!