અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે અર્બુદા સેનાના જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું!

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે અર્બુદા સેનાના જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું!
Spread the love

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં પૂર્વ ગૃહમંત્રી અને અમૂલ ફેડરેશનના પૂર્વ ચેરમેન અને ગુજરાત અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીની ઉપસ્થિતિમાં અર્બુદા સેનાનું સંમેલન યોજાયું હતું સંમેલન શરૂ થાય એ પહેલાં ભવ્ય બાઇક રેલી સાથે શોભાયાત્રા યોજાઈ હતી.
વિશાળ સંખ્યામાં અર્બુદા સેનાના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ મોડાસાના મેઘરજ બાયપાસ રોડ પર અર્બુદા સેનાનું કાયમી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. પૂર્વ મંત્રી વિપુલ ચૌધરીએ ફેડરેશનમાં પંજાબના અંગ્રેજો રહ્યા છે અને ખોટી માહિતી આપી રહ્યા હોવાનું વિવાદાસ્પદ નિવેદન કરતા ભારે ચકચાર મચી હતી સમાજ સંગઠનની વાતમાં પંજાબના અંગ્રેજ કોણ તે અંગે તરહ તરહની ચર્ચાઓ ચાલી હતી

અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીએ જંગી સભા સંબોધતા આ ડબલ એંજીન સરકાર અમારી માંગણીઓ સ્વીકારે સમાજને સંગઠીત કરવા માટે સેના બનાવી હોવાનું જણાવ્યું હતું સામાજીક સમરસતા સાથે આગળ વધવાનું અને છેવાડાના વ્યક્તિ સાથે કોઈ અન્યાય ના થાય સરકારી કામોથી વંચિત ના રહી જાય એની કાળજી આપણે બધાએ વધારે રાખવી પડશે તેમ ભાર પૂર્વક જણાવ્યું હતું

બાઈક રેલીમાં યુવાનો જુસ્સા સાથે વિપુલ ભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈના નારા અંગે કહ્યું હતું કે તમને તો હજુ સરકારનો સ્વાદ મળ્યો જ નથી તમને ચખાડવાનો છે.સ્વાદ તો ચાખવો પડેને શું લખે છે અમુલ Test of india આપણે Test of gujarat કે ઉત્તર ગુજરાત નથી થવું Test Of Arbuda કરવાનો હુંકાર કર્યો હતો.

વિપુલ ચૌધરીએ મોડાસામાં વિધાનસભાની ચૂંટણી મુદ્દે એક મોટું નિવેદન આપીને ખળભળાટ મચાવ્યો હતો. વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું કે, ચૂંટણીમાં ટિકિટ મુદ્દે અર્બુદા સેના જ અમારુ હાઈ કમાન્ડ છે. અમારો સામાજિક એજન્ડા જે પક્ષ સ્વીકારશે, તેની સાથે રહીશું. આ ડબલ એન્જીનની સરકાર અમારી માગણી સંતોષે. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના લાભો આપે અમે દૂધના દાઝેલા છીએ છાશ ફૂંકીને પીશું એવું નિવેદન વિપુલ ચૌધરીએ આપ્યું હતું.

રિપોર્ટ:-અર્પણ રાઠોડ (અરવલ્લી)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!