કિસાન મોરચા થરાદ શહેર ભાજપ દ્વારા દિગ્વિજય દિવસ ની ઉજવણી

થરાદ શહેરમાં આવેલ આઇ એમ ડેવલોપર્સ ઓફીસ ખાતે ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા થરાદ શહેર દ્વારા દિગ્વિજય દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.
૧૧મી સપ્ટેમ્બર ૧૮૯૩ના દિવસે અમેરિકાના શિકાગો ખાતે વિશ્વ ધર્મ સંમેલનમાં સમગ્ર વિશ્વને હિન્દૂ ધર્મ સંસ્કૃતિ અને ભારતની મહાન પરંપરા સભ્યતાનો પરિચય કરાવી, ભારતનું ગૌરવ વધારી, ભારતને સાંસ્કૃતિક-વૈચારિક દિગ્વિજય અપાવનાર સ્વામી વિવેકાનંદજીને ફુલ-હાર દ્વારા દિગ્વિજય ની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ભાજપ સંગઠન મહામંત્રી પ્રકાશભાઈ સોની,કિસાન મોરચા પ્રમુખ ચોથાભાઇ દેસાઈ, મહામંત્રી નટુભાઈ વાણિયા,બક્ષી મોરચા પ્રમુખ કિશનભાઇ પ્રજાપતિ, યુવા પ્રમુખ હીતેશભાઇ વાણીયા, ઉપપ્રમુખ સુરેશભાઇ પરમાર, મંત્રી હીતેશભાઇ વાણીયા , કારોબારી સભ્ય સાહીલખાન પઠાણ તથા થરાદ શહેર ભાજપ કિસાન મોરચા ના કાર્યક્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ: જનકસિહ વાઘેલા થરાદ
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756