ખેડબ્રહ્મા ખાતે પ્રાંતકક્ષાનો વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયો

ખેડબ્રહ્મા ખાતે પ્રાંતકક્ષાનો વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયો
ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર તાલુકામાં રૂ. ૪૯૭ લાખના ખર્ચે ૨૪૩ કામોના વિકાસકાર્યોના લોકાપર્ણ-ખાતમુહૂર્ત કરાયા.
કેન્દ્ર અને રાજય સરકારની યોજના આદિજાતિ તાલુકાના અંતરીયાળ વિસ્તાર સુધી પંહોચી છે. – મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા
સમગ્ર રાજ્યમાં દ્વિ-દિવસીય વિશ્વાસથી વિકાસયાત્રાનો પ્રારંભ થયો છે જેના ભાગરૂપે સોમવારના રોજ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે પ્રાંતકક્ષાના વિશ્વાસથી વિકાસ કાર્યક્રમમાં સહકાર, વન-પર્યાવરણ અને માર્ગ મકાન રાજ્ય મંત્રી શ્રી જગદિશ વિશ્વકર્માના હસ્તે રૂ. ૪૯૭ લાખના ૨૪૩ કામોના વિકાસકાર્યોના લોકાપર્ણ ખાતમુહૂર્ત કરાયા કરાયા હતા.
ખેડબ્રહ્માના નવિન માર્કેટયાર્ડ ખાતે યોજાયેલા વિશ્વાસથી વિકાસ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધતા સહકાર, વન-પર્યાવરણ અને માર્ગ મકાન રાજ્ય મંત્રી શ્રી જગદિશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી જયારે ૨૦ વર્ષ અગાઉ ગુજરાત રાજયની શાસનધુરા સંભાળી ત્યારથી વિકાસની પરીભાષા બદલાઇ ગઇ છે. વિકાસયાત્રા ગુજરાત પુરતી જ સિમિત રહી નથી પરંતુ ગુજરાતે આજે વૈશ્વિક નામના હાંસલ કરી છે. વડાપ્રધાન દેશના જ નેતા તરીકે જ નહિ પરંતુ વૈશ્વિક સર્વસ્વીકૃત નેતાની છાપ ઉભી કરી છે.
મંત્રી શ્રીએ સાબરકાંઠા જિલ્લાના આદિજાતિ તાલુકાઓમાં આવેલા આમૂલ પરીર્વતની વાત કરતા જણાવ્યું હતું કે આ જિલ્લાના ત્રણ તાલુકાના ૧૧૩ ગામોને પીવાના શુધ્ધ પાણીની ઉપલબ્ધિ થાય તે માટે રૂ. ૨૦૦ કરોડથી વધુની પાણીની યોજના અમલી બનાવી છે તો આદિજાતિ વિસ્તારના પશુપાલકોને રોજગારીની નવી તકોનું નિર્માણ થાય તે માટે ૪૦થી વધુ દૂધઘર બનાવી તેમને દૂધાળા પશુઓની સહાય પુરી પાડવામાં આવી છે. સાથે ખેડૂતો મૂલ્યવર્ધન ખેતી કરે અને તેમના ઉપજનો યોગ્ય ભાવ મળી રહે તે માટે નવા માર્કેટયાર્ડ ઉપલબ્ધ કરાવાયા છે. ખેડૂત સન્માન નિધીની વાત કરતા મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે, અંતરીયાળ વિસ્તાર પોશીનાના ૧૩,૦૦૦, વિજયનગરના ૧૫,૦૦૦ અને ખેડબ્રહ્માના ૨૧,૦૦૦ ખેડૂતોને સન્માન નિધી મળી રહી છે.
વધુમાં મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે સમગ્ર રાજયમાં આરંભાયેલી વિશ્વાસથી વિકાસયાત્રામાં રાજયમાં રૂ. ૪૫૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાપર્ણ–ખાતમુહૂર્ત કરાશે જેમાં સાબરકાંઠા જિલ્લાના રૂ. ૩૫૦ કરોડના વિકાસકાર્યોનો સમાવેશ થાય છે તો વળી આજે ખેડબ્રહ્માના પ્રાંતકક્ષાના આ કાર્યક્મમાં રૂ. ૪ કરોડથી વધુના વિકાસકાર્યો પ્રજાપર્ણ કરાશે.
કાર્યક્રમામાં ઉપસ્થિત ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઇ કોટવાલે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યુ હતું જયારે જિલ્લા સમાહર્તા હિતેષ કોયાએ સમગ્ર કાર્યક્મની રૂપરેખા આપી મહેમાનોને સ્વાગત આવકાર આપ્યો હતો.
વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમમાં જિલ્લા કલેકટર હિતેષ કોયા, જિલ્લા વિકાસ અધિકારી ડી.એચ.શાહ, ખેડબ્રહ્મા તાલુકા પંચાયતના પ્રમુખ મોદણબેન પરમાર, પોશીના તાલુકા પંચાયતના પ્રમુખ ચીમનભાઇ ગમાર, વિજયનગર તાલુકા પંચાયતના પ્રમુખ દિપકભાઇ નિનામા, પ્રાંત અધિકારી હાર્દ શાહ, મામલતદાર કોદરવી, અગ્રણી, લુકેશભાઇ સોલંકી
પ્રજા સાથે સાધ્યો અનોખો સંવાદ
સામાન્ય રીતે મંત્રી કે મહાનુભાવ સ્ટેજ પરથી ભાષણ આપતા હોય છે પરંતુ ખેડબ્રહ્મા પ્રાંતકક્ષાના વિશ્વાસથી વિકાસ કાર્યક્રમમાં સહકાર, વન-પર્યાવરણ અને માર્ગ મકાન રાજ્ય મંત્રી જગદિશ વિશ્વકર્માનો અનોખા અંદાજથી લોકોની વચ્ચે જઇને સંવાદ સાધ્યો હતો. તેમણે કેન્દ્ર સરકારની કિસાન સન્માન નિધી, પ્રધાનમંત્રી આવાસ યોજના, જન આરોગ્ય યોજના અને નલ સે જલ યોજનાના લાભાર્થીઓ મળેલા લાભ અને પડતી મુશ્કેલીઓ વિષે પુછપરછ કરી હતી. જયારે સભામાં ઉપસ્થિત લાભાર્થીઓને વૃધ્ધ પેન્શન યોજના અને વિધવા સહાય તેમજ પોષણ યોજનાની જાણકારી મેળવી લોકો સાથે પોતીકાપણનો ભાવ વ્યકત કર્યો હતો.
રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756