જવાહર નવોદય વિદ્યાલય, સાપુતારા ખાતે ધો. ૯ મા પ્રવેશ મેળવવો છે ?

જવાહર નવોદય વિદ્યાલય, સાપુતારા ખાતે ધો. ૯ મા પ્રવેશ મેળવવો છે ?
Spread the love

જવાહર નવોદય વિદ્યાલય, સાપુતારા ખાતે ધો. ૯ મા પ્રવેશ મેળવવો છે ?

ડાંગ  : ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ સ્વાયત્ત સંસ્થા, (શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ), અંતર્ગત ચાલતી, જવાહર નવોદય વિધાલય-સાપુતારા ખાતે ધોરણ–૯ (નવ) મા ખાલી પડેલ બેઠકોની સામે, શૈક્ષણિક વર્ષ ૨૦૨૨–૨૩ મા પ્રવેશ માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનુ કાર્ય, તારીખ : ૨/૯/૨૦૨૨ થી શરૂ થઈ ગયુ છે જેના માટેનુ ફોર્મ વેબસાઈટ www.navodaya.gov.in, www.nvsadmissionclassnine.in પર અથવા જવાહર નવોદય વિધાલય, સાપુતારાની વેબસાઈટ www.navodaya.gov.in/nvs/nvs-school/dang/en/home પરથી ભરી શકાશે.

પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા.૧૫/૧૦/૨૦૨૨ છે. ધોરણ–૯ની પ્રવેશ પરીક્ષાનુ આવેદન પત્ર ભરવા માટે વિધાર્થી, શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩મા ધોરણ–૮મા, ડાંગ જિલ્લાની કોઈ પણ સરકારી અથવા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત શાળામા અભ્યાસ કરતો હોવો જોઈએ. પ્રવેશ ઈચ્છુક વિધાર્થીનો જન્મ તા. ૧.૫.૨૦૦૭ અને ૩૦.૪.૨૦૧૧ વચ્ચે (બંને દિવસો સહિત, તમામ કેટેગરી માટે) હોવો જોઈએ. પ્રવેશ પરીક્ષા તારીખ ૧૧/૨/૨૦૨૩ શનિવારના રોજ લેવામા આવશે. પરીક્ષાને લગતી અન્ય કોઈ પણ માહિતી માટે, શાળાના ફોન નં ૦૨૬૩૧-૨૩૭૨૮૦ પર સંપર્ક સાધવા પ્રાચાર્યશ્રીની એક અખબારી યાદીમા જણાવ્યું છે.

રિપોર્ટ. સંજય ગવળી.ડાંગ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!