વાપી-શામળાજી હાઇવે રાષ્ટ્રીય ધોરીમાર્ગ- ૫૬ ઉપર સ્લેબ ડ્રેઇન તૂટી જતાં રસ્તો બંધ કરાયો

વાંસદા તાલુકામાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ
વાપી-શામળાજી હાઇવે રાષ્ટ્રીય ધોરીમાર્ગ- ૫૬ ઉપર સ્લેબ ડ્રેઇન તૂટી જતાં રસ્તો બંધ કરાયો ઃ
વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા નવસારી જિલ્લા વહીવટીતંત્રનો અનુરોધ
ખેરગામ ,
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ વાપી-શામળાજી હાઇવે રાષ્ટ્રીય ધોરીમાર્ગ- ૫૬ (રાણી ફળિયા- પીપલખેડ- ખાનપુર) ઉપર ચેનેજ કિ.મી. ૬૫૪/૦૦ થી ૧૫૪/૨૦૦ પર આવેલ રબલ મેશનરી સ્લેબ ડ્રેઇન તૂટી ગયેલ છે. જેની જાણ જિલ્લા વહીવટીતંત્રને થતાં તાત્કાલિક અધિકારીઓ સ્થળ પર પહોંચી જઇ રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. અને બે દિવસ માટે વાહનચાલકો માટે રસ્તાનું ડાયવર્ઝન આપી રોડ રીપેરીંગનું કામ હાથ ધરવામાં આવ્યું છે. જેનું ટુંક સમયમાં કામ પૂર્ણ કરીને ફરી પૂર્વવત કરવામાં આવશે. હાલમાં વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગ તરીકે પીપલખેડ થઇ કેલિયા ફાટક, કેલિયા, સુખાબારી-રંગપુર-લીમઝર થઇ ઉમરકુઇ રસ્તાનો ઉપયોગ કરવા નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જણાવાયું છે.
રિપોર્ટ :- અંકેશ યાદવ , ખેરગામ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756