પ્રાચી તીર્થ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

પ્રાચી તીર્થ ના કોળી સમાજ ભવન ખાતે સર્વ રોગ નિદાન, નેત્ર નિદાન કેમ્પ અને હાર્ડવૈધ કેમ્પ યોજાયો…
ગીર સોમનાથ ના સાંસદ સહિત આગેવાનો રહિયા ઉપસ્થિત..
કેમ્પ માં બહોળી સંખ્યામાં લોકોએ લીધો લાભ
– કુલ 800 દર્દીઓએ લાભ લીધો..
પ્રાચી તીર્થ…. સુત્રાપાડા તાલુકા માં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ માં કોળી સમાજ ભવન ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ તથા શ્રી સદગુરુ મેગા નેત્ર નિદાન કેમ્પ તથા હાર્ડ વૈદ નીદાન કેમ્પ યોજાયો હતો ત્યારે આ કેમ્પમાં અતિથિ વિશેષ જુનાગઢ અને ગીર સોમનાથના સાંસદ રાજેશભાઈ ચુડાસમા તથા શ્રી કોળી સમાજના પ્રમુખ મેરામણભાઇ વાજા તથા મટાણા પાધેશ્વરી આશ્રમના ઉપવાસી મહંત કરસનદાસ બાપુ તેમજ બાબુભાઈ પરમાર જિલ્લા પંચાયત સદસ્ય, તથા દેવશીભાઈ સોલંકી, આ કેમ્પ ના દાતા રમેશભાઈ ઝાલા ખોડીયાર એગ્રો પ્રાચી તથા તેમના પરિજનો તથા વજુભાઈ વાજા મહામંત્રી ગીર સોમનાથ ભાજપ તથા ધીરુભાઈ સોલંકી પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન તથા પોલાભાઈ રાઠોડ ભવાની વાળા તથા ડોક્ટર શ્રી ઓ તથા ગાયત્રી પરિવારના પરિજનોનાદ્વારા દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવેલ હતો
જેમા ગાયત્રી પરિવાર ના વરિષ્ઠ કાર્યકર્તા તથા પત્રકાર જાદવભાઈ ચુડાસમા એ કેમ્પને ઉદબોધન કરીને ચિંતન કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કેમ્પના દાતાશ્રી રમેશભાઈ ઝાલા ના ભત્રીજા નિલેશભાઈ ઝાલા ના દુઃખદ અવસાન થતા તેમના આત્માને શાંતિ તથા સદગતિ માટે પરિવાર ઉપર વ્રજઘાત સમાન દુઃખ પડતા પરિવારને ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તે માટે પાંચ ગાયત્રી મહામંત્ર અને બે મિનિટનું મૌન પાડી પ્રાર્થના કરવામાં આવી હતી
આ કેમ્પમાં મુખ્ય અતિથિ વિશેષ જુનાગઢ ગીર સોમનાથના યુવા સાંસદ રાજેશભાઈ જણાવ્યું હતું કે છેલ્લા સાત વર્ષથી લોકોમાટે સેવાનું કામ કરતા ગાયત્રી પરિવારના વરિષ્ઠ પરિજન અને પત્રકાર જાદવભાઈ ચુડાસમા તેમની ટીમનો હું આ વિસ્તારના સાંસદ તરીકે આભાર માનું છું અને પ્રમુખ દ્વારા સાંસદને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું જાદવભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજના આ યુગમાં ગાયત્રી મંત્ર શું છે તે સમજવા માટે અને સૌને સદબુદ્ધિ માટે ૧૧ ગાયત્રી મહામંત્ર અને ૫ મહામૃત્યુંજય મંત્રની સાથે પ્રાર્થના કરવામાં આવી હતી. જેમાં સર્વરોગ નિદાન કેમ્પમાં ચાપરડાની મુક્તાનંદજી બાપુ સ્થાપિત જય અંબે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ડોક્ટરો એ 390 દર્દીઓને તપાસ કરી વિનામૂલ્યે દવા આપવામાં આવી હતી અને શ્રીરણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ રાજકોટ ના ડોક્ટર અલ્કેશભાઇ એ આંખના 32 0 દર્દીઓને તપાસી 92 દર્દીઓને મોતીયાના ઓપરેશન માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને હાર્ડવૈદ રવિરાજ ભાઈ એ હાથ,પગ,કમરના દુખાવાના 75 દર્દીઓ તપાસીને સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પ ના દાતા તરફથી સૌના માટે સાદા ભોજન ની પ્રસાદ ની તથા ચા-પાણીની સુંદર વ્યવસ્થા રાખવામા આવી હતી આ કેમ્પને સફળ બનાવવા માટે ગાયત્રી પરિવારના પરિજનો તથા સેવાભાવી ભાઈ-બહેનોએ જહેમત ઉઠાવી હતી આ કેમ્પને દિવ્ય બનાવવામાં કાનાભાઈ સોલંકી,નાથાભાઈ સોલંકી થરેલી, રોહિત ભાઈ દરબાર, બીપીનભાઈ જાની, ઝાલાભાઇ, નારણભાઈ વાળા, વજુભાઈ ગોહિલ,નરસિંહભાઈ, ડોક્ટર પાલાભાઈ સોલંકી, પ્રવીણભાઈ ગરે જા, રાવળદેવ મનુભાઈ,કરસનભાઈ જાખોત્રા,ગાંડાભાઈ, દિવાળીબેન,જયાબેન, શાંતીબેન, સોનીબેન, જોસના બેન, કુરાઈબેન, સત્યમભાઈ ચુડાસમા,પત્રકાર જાદવભાઈ ચુડાસમા પ્રાચી તીર્થ, અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પરિજનો તથા સ્વ રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિ ના કાર્યકર્તાઓ તથા સેવાભાવી ભાઈ-બહેનો દ્વારા ખૂબ જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવ્યો હતો…..
રિપોર્ટ.. શૈલેષ વાળા પ્રાચી તીર્થ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756