હાથીપગા નિર્મૂલન કાર્યક્રમ નું ત્રીજા ચરણ ને સફળતા પૂર્વક પુર્ણ કરતું અમરેલી જીલ્લા આરોગ્ય તંત્ર

હાથીપગા નિર્મૂલન કાર્યક્રમ નું ત્રીજા ચરણ ને સફળતા પૂર્વક પુર્ણ કરતું અમરેલી જીલ્લા આરોગ્ય તંત્ર
Spread the love

હાથીપગા નિર્મૂલન કાર્યક્રમ નું ત્રીજા ચરણ ને સફળતા પૂર્વક પુર્ણ કરતું અમરેલી જીલ્લા આરોગ્ય તંત્ર

અમરેલી હાથીપગા નિર્મૂલન કાર્યક્રમ નું ત્રીજું ચરણ સફળતાપૂર્વક પુર્ણ કરતું અમરેલી જીલ્લા આરોગ્ય તંત્ર
TAS-3 હેઠળ જિલ્લાની ૧૦ ટીમો દ્વારા કુલ ૧૭૧૯ બાળકો ના ફાયલેરીયા ટેસ્ટ કરાયા તમામ નેગેટીવ
સરકારશ્રીના હાથીપગા નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.જે.એચ.પટેલ તથા જિલ્લા મેલેરિયા અધિકારીશ્રી ડો.આર.કે.જાટના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લાના તમામ તાલુકાની સૉફ્ટવેર દ્વારા પસંદગી પામેલ ૩૪ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં ધોરણ ૧ તથા ૨ ના કુલ ૧૭૧૯ બાળકો ની ખાસ કીટ દ્વારા લોહીની તપાસ કરવામાં આવેલ-જેમાં તમામ બાળકોના રિપોર્ટ નેગેટીવ જણાયેલ છે.
ખાસ કરીને દરીયાકાંઠા ના વિસ્તારોમાં જોવા મળતા હાથીપગાના રોગ થી દર્દીને કાયમી અપંગતા આવી શકે છે અને તેની કોઈ સારવાર ઉપલબ્ધ નથી.જેથી આ રોગના નિર્મૂલન માટે સમગ્ર જનસમુદાય ને એક સાથે દવા વિતરણ (માસ ડ્રગ એડમીનિટ્રેશન) કરવામાં આવેલ, ત્યારબાદ દરવર્ષે નાઈટ બ્લડ સર્વેલન્સ પણ કરવામાં આવેલ છે.આ તમામ પ્રવૃતિ માં અમરેલી જીલ્લામાં કોઈ નવો દર્દી મળેલ નથી.તેમ છતાં રોગ નિયંત્રણ ના ભારત સરકાર ના કાર્યક્રમ તરીકે આ પ્રકાર નું ટ્રાન્સમિશન એસેસમેન્ટ સર્વે અગાઉ ના વર્ષોમાં બે વખત કરેલ છે.અને આ વરસે પણ આ સેમ્પલ સર્વે માં કોઈ પોજીટીવ મળેલ નથી .હાથીપગો મચ્છર દ્વારા ફેલાતો રોગ હોઈ મચ્છર ઉત્પતિ અટકાવવા તમામ સ્તરે જાગૃતિ કેળવવા અમરેલી આરોગ્ય તંત્ર અનુરોધ કરે છે .હાથીપગા નિર્મુલન ના આ ત્રીજા ચરણ ને સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ આ કામગીરી કરનાર જિલ્લાની ૧૦ ટીમોના મેડિકલ ઓફિસરશ્રીઓ,લેબોરેટરી ટેક્નિશિયનશ્રીઓ તથા સી.એચ.ઓ.શ્રીઓ અને આ કામગીરી માં સાથ સહકાર આપનાર તમામ આચાર્યશ્રીઓ તથા શિક્ષકશ્રીઓ નો મેલેરીયા શાખા,જિલ્લા પંચાયત અમરેલી આભાર વ્યક્ત કરે છે જિલ્લા મેલેરીયા અધિકારી જિલ્લા પંચાયત-અમરેલી ની યાદી માં જણાવ્યું હતું

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG-20220918-WA0058.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!