ચીખલી : રેફરલ સબ ડિસ્ટીક્ટ હોસ્પિટલ ઉચાપત કેસમાં કરોડો નો આંકડો સામે આવ્યો.

ચીખલી : રેફરલ સબ ડિસ્ટીક્ટ હોસ્પિટલ ઉચાપત કેસમાં કરોડો નો આંકડો સામે આવ્યો.
ડુપ્લીકેટ્ બીલો મુકી રૂપિયા ૦૧.૬૪ કરોડોના ઉચાપત.. સતિષ ભોયા સામે ફરિયાદ..
ચીખલી રેફરલ સબ ડિસ્ટીક્ટ હોસ્પિટલ ઉચાપત કેસમાં ચીખલી પોલીસની તપાસ બાદ કરોડો નો આંકડો સામે આવ્યો છે ડુપ્લીકેટ્ બીલો મુકી રૂપિયા ૦૧.૬૪ કરોડોના ઉચાપત કરાતા સતિષ ભોયા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી.
૨૦૨૧થી ૨૦૨૫ દરમિયાન ડુપ્લીકેટ બીલોને પેટા તિજોરી કચેરીમાં રજૂ કરી આઉટ સોર્સ જૂનિયર ક્લાર્ક સતિષે પરિચીતના ખાતામાં કરોડો જમા કરાવ્યા હતા.. હોસ્પિટલના વડા ડો.દક્ષા પટેલ સામે પણ તપાસ હાથ ધરાશે..
ચીખલી સરકારી હોસ્પિટલ નાં પ્રાથમિક ઓડિટ રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૫ દરમ્યાન ૧.૬૪ કરોડના ડુપ્લીકેટ બિલ્લો નિર્માણ કરી તેનો
સાચા બિલો તરીકે પેટા તિજોરી કચેરીમાં રજૂ કરી પોતાના તેમજ અંગત પરિચીતના ખાતામાં જમા કરાવા હતા.
સમગ્ર મામલે મુખ્ય આરોપી આઉટ સોર્સ જૂનિયર ક્લાર્ક સતીષ ભોયા સામે ચીખલી પોલીસમાં ગુનો નોંધાયો હતો. ચીખલી સરકારી હોસ્પિટલમાં વર્ષ ૨૦૧૩થી વિવિધ એજન્સી તરફથી આઉટસોર્સ જુનિયર ક્લાર્ક સહિત વિવિધ હોઇ ઉપર સતીષ છનાભાઈ ભોંયા (એ. સિંગડવેરી હળીયા, માંડવખડક તા.ચીખલી) ફરજ બજાવતો હતો. ચીખલી સરકારી હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર ખેરગામ, રૂમલા, અંકલાછ, લીમઝરના વિવિધ બિલ આપવાની કામગીરી કરવામાં આવતી હતી.
આ દરમિયાન તેમણે ઉચાપત કરી હોવાનો સમગ્ર મામલો સામે આવતા ઓડિટ તપાસ હાથ ધરાઈ હતી. જેના પ્રાથમિક ઓડિટ રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૧થી ૨૦૨૫ દરમ્યાન ૧,૬૪,૫૯,૨૩૧ના ડુપ્લકિટ બિલો બનાવી તેનો સાચા ભિલો તરીકે પેટા તિજોરી કચેરીમાં રજૂ કરી પોતાના અને અંગત પરિચીતના ખાતામાં જમા કરાયા હતા. આમ ૧.૬૪ કરોડની ઉચાપત કરી ગુનાહીત વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી.
નાણાંની વસુલાત કરવા સરકાર તરફથી ચીખલી સરકારી હોસ્પિટલના નિવાસી તબીબી અધિકારી માલતી જયદીપભાઈ પટેલ (૬૦) (એ.આંબાવાડી સોસાયટી, વશીયર, વલસાડ) એ ચીખલી પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મુખ્ય આરોપી સતીય છના ભાઈ ભોયા ની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યા હતા. વધુ તપાસ ચીખલી પોલીસ સ્ટેશનના પી.આઈ કે.એચ.ચૌધરી કરી રહ્યા છે.
રિપોર્ટ – વિશાલ પટેલ, વલસાડ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300