વેસ્મા : મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પાણી ની પરબ મુકાઈ,

વેસ્મા : મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પાણી ની પરબ મુકાઈ,
વેસ્મા ચાર રસ્તા પાસે મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પાણી ની પરબ મુકવામાં આવી હતી.
હાલ ઉત્તર ગુજરાત જ્યારે આગ ઝરતી ગરમી નો અનુભવ કરી રહી છે ત્યારે નવસારી જીલ્લામાં પણ ગરમી નો પ્રકોપ વધતો જોવા મળી રહ્યો છે, આ ગરમી નાં પ્રકોપે ભર બપોરે જન જીવન પર ભારે મોટી અસર જોવા મળી રહી છે . નવસારી જિલ્લા સહિત ગ્રામ્ય ક્ષેત્ર માં પણ છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ કરી રહ્યા છે, શરીર દઝાડતી આ ગરમી નો પ્રકોપ આગામી આવનાર દિવસોમાં હજુ વધારો થાય તો કોઈ પણ વ્યક્તિ ઠંડા પાણીથી વંચિત ના રહી જાય તે અંગે સમગ્ર જિલ્લા માં ઘણી બધી સંસ્થાઓ દ્વારા અનેક જગ્યાએ ઠેર ઠેર પાણી ની પરબો મૂકવામાં આવી રહી છે,તેવીજ રીતે જલાલપોર તાલુકાના વેસ્મા ગામે ચાર રસ્તા થી ગામ તરફ તેમજ ઉભરાટ તરફ જતા રસ્તા ઉપર રિક્ષા સ્ટેન્ડ નજીક લોકો ને ફિલ્ટરયુક્ત ઠંડુ પીવાનું પાણી પ્રાપ્ત થઈ રહે તે હેતુસર વેસ્મા ચોકડી પર મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઠંડા પાણીના મિનરલ વોટર જગ મુકાવી પરબ ઉભી કરતાં લોકો ને રાહત મળી રહી છે.
રિપોર્ટ – વિશાલ પટેલ, વલસાડ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300