૩૬ મી નેશનલ ગેમ્સ જાગ્રુતી ઝુમ્બેસ કાર્યક્રમ ભિલોડા તાલુકાના ચુનાખાણ ગામે યોજાયો

૩૬ મી નેશનલ ગેમ્સ જાગ્રુતી ઝુમ્બેસ કાર્યક્રમ ભિલોડા તાલુકાના ચુનાખાણ ગામે યોજાયો
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાની ચુનાખાણ ગામની માધ્યમિક શાળા ખાતે “૩૬ મી નેશનલ ગેમ્સ અવેરનેશ કેમ્પેઇન” તારીખ:- ૧૯/૦૯/૨૦૨૨, ના રોજ અરવલ્લી જિલ્લા કલેકટરશ્રી ડૉ નરેન્દ્રકુમાર મીણા દ્વારા જિલ્લાના અધિકારીઓને અપાયેલ આદેશાનુસાર જિલ્લા આયોજન અધિકારીશ્રી સુરેન્દ્રસિંહ ડાભીની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ હતો.
આ કાર્યક્રમમાં વિધ્યાર્થીઓ તથા શાળાના શિક્ષકશ્રીઓ,એસ.પી.એ.સી.શ્રી રમેશચંદ્ર રોત તેમજ ગામના વર્તમાન સરપંચશ્રી તથા ભૂત પૂર્વ સરપંચશ્રી,તલાટીશ્રી, તેમજ સામાજીક કાર્યકર્તાઓ તથા વર્તમાન તેમજ ભૂતપૂર્વ તાલુકા/ જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ.
અધ્યક્ષ સ્થાનેથી આ કાર્યક્રમને ખુલ્લા મુક્તા જિલ્લા આયોજન અધિકારીશ્રીએ જણાવેલ હતુ કે “ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વૈશ્વિક સ્તરે લોકપ્રિય એવા યશસ્વી વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજીની દિર્ઘદ્રષ્ટિથી રમતો ના મહાપર્વ “૩૬ મી નેશનલ ગેમ્સના” આયોજન માટે ગુજરાત યજમાન બન્યુ છે જે ગુજરાત રાજ્યની જાહેર જનતા માટે ખુબજ ગૌરવરૂપ છે. આ સંજોગોમાં આપણે સૌ એ અંતરઆત્માથી આ કામમાં સહભાગી બની આગામી તારીખ:- ૨૯/૦૯/૨૦૨૨, તા.૧૨/૧૦/૨૦૨૨ સુધી યોજાનારા “૩૬ મી નેશનલ ગેમ્સના” રાજ્યવ્યાપી કાર્યક્રમમાં સહભાગી થવા અનુંરોધ કર્યો હતો.
વધુમાં જણાવેલ હતુ કે નેશનલ ગેમ્સના આયોજન માટે ૫ થી ૬ વર્ષનો સમય લાગે છે. જ્યારે ગુજરાત સરકારશ્રી દ્વારા ૭ વર્ષથી યોજવામાં ન આવેલ નેશનલ ગેમ્સને માત્ર ૩ મહીનાના ઓછા સમયમાં સફળતા પૂર્વક પૂર્ણ કરવાના પડકારને સ્વિકાર્યો છે.અને રાજ્યના ૬ મહાનગરોમાં આયોજન કરવામાં આવનાર છે. જેમાં દેશભરમાંથી ૭૦૦૦/- હજાર થી વધુ ખેલાડીઓ ભાગ લેનાર છે આમ ગુજરાતની સવા છ: કરોડ જનતા જનાર્દન ગુજરાતના રમતવિરો માટે આવનારા સમયમાં એક નવુ ઉદાહરણ સ્થાપિત કરવા માટે તૈયાર અને કટીબધ્ધ છે.
રાષ્ટ્રીય રમોત્તોઉત્સવમાં અરવલ્લી જિલ્લાના ૫ ખિલાડીઓ હોક્કીમાં પસંદગી પામેલ છે. જેમા-૪, બહેનો તથા ૧, ભાઇનો સમાવેશ થાય છે. જે અરવલ્લી જિલ્લા માટે ગૌરવની વાત છે જેનું ઉદાહરણ આપતા જિલ્લા આયોજન અધિકારીશ્રીએ ઉપસ્થિત પ્રાથમિક તથા માધ્યમિક શાળાના તમામ વિધ્યાર્થીઓને માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજી એ ભારત દેશના ભાવી પેઢીના યુવાનોના સર્વાગી વિકાસ માટે સતત ચિંતા કરી છે. યુવાનોનું તથા સમગ્ર જનતા જનાર્દનનું જાહેર આરોગ્યની જળવાય અને તેમની તંદુરસ્તી જળવાય તે માટે રમત- ગમતને સૌથી વધારે મહત્વ આપવામાં આવી રહ્યુ છે. રમત-ગમત ક્ષેત્રે વૈશ્વિક ફલક પર ભારતનું નામ રોશન થાય તે માટે ગુજરાત રાજ્ય કટીબધ્ધ છે. જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય “૩૬ નેશનલ ગેમ્સ” માટે યજમાન બન્યુ છે જે આપણાં સૌના માટે ગૌરવરૂપ છે. આ માટે ગુજરાતના પનોતા પુત્ર એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રમોદીજી અને ગુજરાત રાજ્ય સરકારશ્રીનો સૌ જનતા જનાર્દને આભાર માનવો જોઇએ તેમ જિલ્લા આયોજન અધિકારીએ જણાવ્યુ હતું વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અપાયેલ “રમશે ગુજરાત જીતશે ગુજરાત” નું અકલ્પનીય સૂત્ર આજે એમની દીર્ઘદૃષ્ટિ ને પરિણામે સાકાર થતું સૌ કોઈ જોઈ રહ્યા છો જે ગુજરાતના ખેલ મહાકુંભમા રમતવીરો ની વધતી સંખ્યાથી સ્પષ્ટપણે જોઇ શકાય છે
રિપોટ – તેજેન્દ્ર સિંહ રાઠોડ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756