ખેડબ્રહ્મા: ખેડબ્રહ્મા નગરપાલિકાના કોંગ્રેસી કોર્પોરેટરે ભગવો ધારણ કર્યો

ખેડબ્રહ્મા: ખેડબ્રહ્મા નગરપાલિકાના કોંગ્રેસી કોર્પોરેટરે ભગવો ધારણ કર્યો.
પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાળે તેમને ખેસ પહેરાવીને આવકાર્યા.
ખેડબ્રહ્મા નગરપાલિકા માં કોંગ્રેસના મેન્ડેડ ઉપર વિજેતા થયેલા આશાબેન રાકેશકુમાર ભાંભી વોર્ડ નંબર સાતમાંથી વિજેતા થયેલા હતા
આશાબેને આજે પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાળ ના નેતૃત્વમાં કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાળે ભારતીય જનતા પાર્ટીમાં મુકેલા વિશ્વાસ પર કોર્પોરેટર આશા બેને પણ મહોર મારી છે.
પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ ખેડબ્રહ્મા શહેરમાં અને ખેડબ્રહ્મા તાલુકામાં સતત સક્રિય બની
સમાજના અગ્રણીઓ અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સદસ્યો અને કોર્પોરેટરોને
ભાજપની વિચારધારા ને સમજાવવામાં સફળ રહ્યા છે.
નગરપાલિકા સદસ્ય આશાબેન ભાજપમાં જોડાતા
કોંગ્રેસ છાવણીમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો
જ્યારે ભાજપના પૂર્વ કોર્પોરેટરો અને નગરપાલિકાના કોર્પોરેટરોએ તેમનું ઉત્સાહભેર સ્વાગત કરી પાર્ટીમાં આવકાયૉ હતા.
હજુ પણ પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાના નેતૃત્વમાં નગરપાલિકામાં અને ખેડબ્રહ્મા તાલુકામાં નવાજૂની થવાના એંધાણ જોવા મળે છે.
રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756