“બા” નું ઘર વૃધ્ધાશ્રમ દ્વારા એક પ્રેરણારૂપ સિનિયર સીટીજન માટે ફ્રી યોગ્ય જીવનસાથી પસંદગી મેળો

“બા” નું ઘર વૃધ્ધાશ્રમ દ્વારા એક પ્રેરણારૂપ સિનિયર સીટીજન માટે ફ્રી યોગ્ય જીવનસાથી પસંદગી મેળો
“બા” નું ઘર વૃધ્ધાશ્રમ, માનવ કલ્યાણ મંડળ અને સમસ્ત પાટીદાર સમાજના સયુંક્ત ઉપક્રમે રાજકોટ ખાતે 45 વર્ષથી ઉપરના તમામ જ્ઞાતિના અપરણિત, છૂટાછેડા લીધેલા, ત્યકતા, વિધવા, વિધુર, દિવ્યાંગ સહિતના લોકો માટે યોગ્ય જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવનાર છે. આ જીવનસાથી પસંદગી મેળામાં સમગ્ર ભારતની સાથે વિદેશમાંથી પણ બાયોડેટા લેવામાં આવશે. આ અનોખા સિનિયર સીટીજન લગ્ન મેળામાં મુંબઈ, સુરત, અમદાવાદ, જામનગર, રાજકોટ, નવસારી, ગોંડલ સહિત અન્ય રાજ્યો તેમજ વિદેશ માથિ લગ્નોત્સુક ઉમેદારો આવવાની સકયતાઓ છે, અત્યાર સુધીમાં આ સંસ્થા દ્વારા ચાલતા મેરેજબ્યુરો દ્વારા અનેક યુવક-યુવતીઓ અને વડીલ યુગલોનો ધર સંસાર મહેકાવ્યો છે. વિનામૂલ્યે આ મેળો યોજાશે. અને આ લગ્નમેળામાં જોડાનાર બહેનોને આવવા જવાનો ખર્ચ, રહેવા જમવાની વ્યવસ્થા આ સંસ્થા દ્વારા જ કરવામાં આવશે, આ સંસ્થા લગ્ન કરાવ્યા બાદ બહેનોને કોઈપણ જાતની ભવિષ્યમાં તકલીફ ન પડે એ માટેની ખાસ તમામ પ્રકારની કાળજી રાખવામાંટે સમજાવવામાં આવશે. સંસ્થાના ગીતાબેનના જણાવ્યા પ્રમાણે ઈશ્વરે પુરુષ અને સ્ત્રીને એકબીજાના પૂરક અને સુખદુઃખના સાથી તરીકે જીવન જીવવા માટે સર્જન કર્યું છે અને સમાજની પરંપરા લગ્નના પવિત્ર બંધનમાં બંધાયને સ્ત્રી-પુરુષો સંસાર જીવનને માણે. જોકે જીવનસાથી વિના સંસારનો ભવ સાગર તરી શકવો લગભગ કઠિન હોય છે. દરેક વ્યક્તિ ઉંમર લાયક થયા બાદ સારા જીવનસાથીની તલાશ હોય છે. પરંતુ ઘણીવાર એવું બને છે કે, જીવનની કસોટીઓને કારણે ઘણા લોકો લગ્નની ગાડી ચુકી જતા હોય છે આવી રીતે લગ્નજીવનના મધદરિયે પહોંચીને અનેક પરણિત યુગલો છુટા પડી જતા હોય છે. આવા લોકોને મોટી ઉંમરે એકલતા ખૂબ જ પીડા આપતી હોય છે અને પાછલી જિંદગી બોજારૂપ લાગે છે. ત્યારે આવી મોટી ઉંમરના વડીલોનો ધર સંસાર ફરી મહેકી ઉઠે તે માટે રાજકોટની બા નું ઘર વૃધ્ધાશ્રમ સંસ્થાએ ભગીરથ પ્રયાસો કર્યા છે, જેના ભાગરૂપે રાજકોટમાં પ્રથમ વખત વડીલો માટે જીવનસાથી પંસદગી મેળો યોજાશે. આ બાબતે સેવાકર્મી મુકેશભાઇ મેરજા અને વિભાબેને જણાવેલ કે આપણા સમાજમાં આ વ્યવસ્થા કરવી ખુબજ જરૂરી છે, કેમકે અમારી પાસે એવા કેશ પણ આવે છે કે જેમને અમુક લોકો સામાજિક જવાબદારીઓ માટે લગ્ન કરી શક્યા ન હોય કે પોતાના સંતાનો નાના હોય તેથી લાગણી સાભર તેમણે મોટા કરવાની જવાબદારીના કારણે લગ્ન ન કર્યા હોય પરંતુ આ જવાબદારી માથી મુક્તથયે તેમને લગ્ન કરી અને જીવનસાથી સાથે જીંદગી વિતાવી એકલતા દૂર કરવા માટે જ્યારે લગ્નનો વિચાર આવે ત્યારે આ ઉમરે લગ્ન માટે જીવનસાથી ગોતવામાં ખૂબ મુશ્કેલીઓ પડે છે. અમોએ આવા અનેક લગ્ન કરાવ્યા એક યાદગાર પ્રસંગ જણાવતા કહ્યું હતું કે એક વિધવા જેમની ઉમર 52 વર્ષની હતી આ મહિલા નાની ઉમરે વિધવા બનેલ પણ પોતાની નાની માશુમ દીકરી માટે લગ્ન ન કર્યા હતા હવે તેમની દીકરીએ અમોને જણાવ્યુ કે મારી માતાના લગ્ન કરાવી આપો ત્યાર બાદ હું લગ્ન કરીશ કારણ માતાએ મારા લાલન પાલન અને મારી ભણતરની જવાબદારીને કારણે બીજા લગ્ન કર્યા ન હતા. હું તેમની એક જ દીકરી છુ. મને મોટી કરવા માટે પોતાના તમામ અરમાનો અને ખુશીનો ત્યાગ કરનાર મારી માતા પ્રત્યે મને અનન્ય લાગણી છે અને માતા ફરી ઘર સંસાર વસાવે તેવી મારી મહેચ્છા છે. આ દીકરીએ પોતાની માતાના ફરી લગ્ન કરવાની નેમ લીધી જેના કારણે માતાએ લગ્ન કર્યા હાલ માતા અને દીકરીના લગ્ન જીવન ખુશખુશાલ છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756