ગાંધીનગર : સત્યાગ્રહ છાવણી ખાતે કેન્ડલ માર્ચનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

ગાંધીનગર : સત્યાગ્રહ છાવણી ખાતે કેન્ડલ માર્ચનો કાર્યક્રમ યોજવામાં આવ્યો
આજ રોજ ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય બોર્ડ નિગમ,નગરપાલીકા કર્મચારી મહામંડળ દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે કેન્ડલ માર્ચનો કાર્યક્રમ યોજવામાં આવ્યો મોટી સંખ્યામાં બોર્ડ-નિગમ, નગરપાલીકાઓનાં કર્મચારીઓ હાજર રહ્યા અને પડતર પ્રશ્નોના ઉકેલ લાવવા માટે સરકારની અન્યાયકારી નીતિઓની વિરૂદ્ધ સૂત્રોચાર કરવામાં આવ્યા અને પથિકાશ્રમ સુધી જતા પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવા માટે પોલીસને આગળ ધરીને વિરોધ પ્રદર્શિત કરવા દેવામાં આવતો નથી આ કાર્યક્રમમાં વિષ્ણુભાઈ પટેલ અધ્યક્ષ સંકલન સમિતિ પ્રવીણ સુતરીયા પ્રમુખ બોર્ડ નિગમ નગરપાલીકા કર્મચારી મહામંડળ અને અશોક રાઠોડ ઉપ પ્રમુખ બોર્ડ નિગમ નગરપાલીકા કર્મચારી મહામંડળ ઉપસ્થિત રહ્યા
રિપોર્ટ : મહંમદસફી મેમણ (ગાંધીનગર)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756