ડાંગ : રોજમદારોનાં પડતર પ્રશ્નો બાબતે મીટીંગ યોજાઈ.

ગુજરાત શ્રમયોગી સંઘ વન વિભાગ યુનિયન દ્વારા રોજમદારોનાં પડતર પ્રશ્નો બાબતે મીટીંગ યોજાઈ.
ડાંગ : પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં વન વિભાગમાં વર્ષોથી અસંખ્ય રોજમદારો જંગલની સાચવણીમાં પાયાની ભૂમિકા અદા કરી રહ્યા છે.હાલનાં સમયમાં ડાંગ વન વિભાગ હસ્તકનાં તમામ જંગલોની લીલોતરી રોજમદારોનાં કારણે ટકી રહી છે.છતાં પણ રાજય સરકાર રોજમદારોને અન્યાય કરી રહી છે.રાજય સરકારમાં પડતર પ્રશ્નોનાં ઉકેલ બાબતે રોજમદારોનાં યુનિયન દ્વારા અનેક વખત રજુઆત કરવામાં આવી છે.પરંતુ સરકાર દ્વારા પાયાની ભૂમિકા ભજવનાર રોજમદારોનાં પડતર પ્રશ્નોનો આજદિન સુધીમાં હકારાત્મક ઉકેલ ન આપતા હવે રોજમદારો પણ લડી લેવાનાં મૂડમાં જણાઈ રહ્યા છે.રાજય સરકાર દ્વારા વન વિભાગમાં ફરજ બજાવતા રોજમદારોની 17/10/88 મુજબનાં ઠરાવનાં લાભોની મંજૂરી ,હંગામી રોજમદારોને કાયમી કરવા,વર્ગ-4 માં સમાવેશ કરવો,2005 પહેલાનાં તમામ રોજમદારોને જૂની પેંશનનાં લાભો આપવા,સાતમા પગાર પંચનો લાભ સહિતની માંગણીઓનો ઉકેલ આપ્યો નથી.જેથી આજરોજ આહવાનાં ટીમ્બર હોલ આહવા ખાતે ગુજરાત શ્રમ યોગી સંઘનાં પ્રમુખની અધ્યક્ષતામાં વન વિભાગનાં રોજમદારોની મીટીંગ યોજાઈ હતી.આ મીટિંગમાં ડાંગ જિલ્લાનાં વન વિભાગમાં કામ કરતા રોજદારોની માંગણીઓનો ઉકેલ સરકાર દ્વારા જો સત્વરે ન આપવામાં આવે તો અગામી 29 સપ્ટેમ્બરથી ડાંગનાં રોજમદારો પણ વન વિભાગની રેંજ કચેરીનાં તમામ કામો બંધ કરી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારી છે..
રિપોર્ટ.સંજય ગવળી.ડાંગ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756