વિશ્વનું સૌથી ધનિક મંદીર તિરૂપતિ બાલાજી મંદીર.

આંધ્રપ્રદેશની તિરૂમાલા પહાડીઓ પર આવેલું તિરૂપતિ બાલાજી મંદીરની ગણતરી વિશ્વના સૌથી ધનાઢય મંદીરમાં થાય છે ચિતુર જિલ્લામાં આવેલા આ મંદિરમાં ભક્તો માનતા પુરી થતા મોટી રકમ રોકડમાં ભેટ ચડાવે છે
રોજ લગભગ 75/000 હજાર શ્રદ્ધાળુઓ આ મંદિરમાં દર્શન કરે છે અને આ મંદીરમાં રોજ 4 લાખ લાડુ રોજ પ્રસાદમાં આપવામાં આવે છે લાડુ બનાવવા 300 વરસ જુની પરંપરાનો જ ઉપયોગ થાય છે આ મંદીરમાં સ્થપાયેલી મુર્તિમાંથી સમુદ્રના મોજાનો અવાજ સંભળાય છે
આ મંદીરનું નિર્માણ દ્રવિડ શેલીથી કરવામાં આવ્યું છે મંદીરની સરચના અને વાસ્તુશાસ્ત્ર મુલાકાતીઓને પ્રભાવિત કરે છે મંદીરના મુખ્ય ભાગમાં આનંદા નિલયમ ભગવાન વેકતેશ્વરની સાત ફુટ ઊંચી પ્રતિમા બિરાજમાન છે .મંદીરના ત્રણ ઘટકોના લાગેલા સુવર્ણ કળશ પણ અહીં આવતા શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓનું ખાસ દયાન ખેંચે છે પ્રાકૃતિક સુંદરતાની વચ્ચે બનેલું આ મંદીર પહાડીઓના સાત શિખર સાથે અદભૂત દેખાય છે
દેશભરમાં મંદીર ટ્રસ્ટની 960 મિલકતો આવેલી છે .જેની કિંમત આશરે 85 705 કરોડ રૂપિયા થવા જાય છે મંદીર ટ્રસ્ટ પાસે 14/000 કરોડથી વધારે ફિક્સ ડિપોઝીટ છે લગભગ 14 ટન સોનાનો ભંડાર છે મંદીર ટ્રસ્ટ દેશમાં 7123 એકર જમીનની માલિકી ધરાવે છે અહીં ભક્તો માનતા પુરી થતા વાળ ઉતરાવી મુંડન કરે છે આ વાળ અને પ્રસાદના લાડુનો કરોડોનો વેપાર થાય છે .દેશના સૌથી શ્રીમંત પરિવારો અંબાણી પરિવાર અને બચ્ચન પરિવાર ભગવાન વેકતેશ્વરમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે
શ્રદ્ધાળુઓ એક વખત નહી વારંવાર તિરૂપતિ બાલાજીની મુલાકાત લે છે .
રિપોર્ટ : અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756