ડાંગ જિલ્લાનાં સસ્તા અનાજનાં સંચાલકોએ રેલી અને આવેદનપત્રનું શસ્ત્ર ઉગામ્યુ..

ડાંગ જિલ્લાનાં સસ્તા અનાજનાં સંચાલકોએ રેલી અને આવેદનપત્રનું શસ્ત્ર ઉગામ્યુ..
Spread the love

ડાંગ જિલ્લાનાં સસ્તા અનાજનાં સંચાલકોએ રેલી અને આવેદનપત્રનું શસ્ત્ર ઉગામ્યુ..

ડાંગ. ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોશિએશનનાં લેટરપેડ ઉપર પોષણક્ષમ દુકાન,વિતરણ ઘટ,કોરોનાની સહાય ચૂકવવી,પીઓએસનો અમલ,ઇન્વેન્ટરી એકાઉન્ટ બનાવવા તેમજ અન્ય રીફન્ડ તાત્કાલિક ચુકવવાની મુખ્ય દસ માંગણીઓનું તાત્કાલિક નિવારણ કરવાની મુખ્ય માંગનાં ઉકેલ સંદર્ભે ડાંગ જિલ્લાનાં સસ્તા અનાજનાં દુકાન સંચાલકોએ રેલી યોજી ડાંગ જિલ્લા કલેક્ટરને રજુઆત કરી હતી.ડાંગ જિલ્લા પંડિત દિન દયાળ દુકાનોનાં સંચાલકોએ રેશનિંગનાં મુખ્ય પ્રશ્નોની રજુઆત કરતા જણાવ્યુ હતુ કે પોષણક્ષમ વળતર અથવા પગાર બન્નેમાંથી એક,વિતરણ ઘટ મળે,કૉરોના કાળમાં અવસાન પામેલા વેપારીઓને તત્કાળ સહાય ચુકવાય,ઓપરેટર અને તોલાટનો પગાર કે સ્ટેશનરી તેમજ ઈન્ટરનેટ ખર્ચ કરવામાં આવે જેની દુકાનદારોને થતી હોવાથી મળતા નજીવા કમીશનમાંથી તોલાટનો પગાર, દુકાનનું ભાડું, લાઇટબીલ, ઓપરેટરનો પગાર, ઇન્ટનેટ સહિત સ્ટેશનરીનો ખર્ચ કાઢતા દુકાનદારોને ઘર ચલાવવાનાં પણ ફાંફા પડે છે.ત્યારે રાજ્ય ફેરપ્રાઇઝ શોપ એસો દ્વારા છેલ્લા અઢી વર્ષથી વિવિધ પ્રશ્ને રજૂઆત કરાઇ રહી છે.પરતું સરકાર દ્વારા ધ્યાન ન અપાતા અનેક દુકાનદારોએ કંટાળીને રાજીનામા આપી દીધા છે. એસો.દ્વારા રજુઆત કરાઇ છે કે હાલમાં ક્વિન્ટલ દીઠ મળતા 150 કમીશનની સામે મોંઘવારી અને કેરોસીનનું વિતરણ બંધ થવાના કિસ્સામાં દુકાનદારોને ફિક્સ કમીશનની સાથે પગાર નક્કી કરવામાં આવે તેમજ ઓપરેટર અને તોલાટ માટે પગાર, દુકાનોનું ભાડું, સ્ટેશનરી, લાઇટબીલ, ઇન્ટરનેટનો અલગ ખર્ચ મંજૂર કરવામાં આવે.દુકાનદારોએ પોતાના જીવ જોખમમાં મુકીને જથ્થાનું વિતરણ કર્યુ હોવા છતાં દુકાનદારોના પ્રશ્ને સ૨કા૨ દ્વારા દુર્લક્ષ સેવવામાં આવી રહ્યુ છે.ડાંગ જિલ્લા ફેર પ્રાઈઝ શોપ એસોશિશન દ્વારા રેલીના સ્વરૂપમાં કલેકટર કચેરીએ જઈ એસોશિશનના પ્રમુખ બાબુરાવ કે. ગાંગુર્ડેએ સભાને સંબોધીને ડાંગ અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યુ હતુ.આ પ્રસંગે ડાંગ જિલ્લા મહામંત્રી એસ.પી મિર્ઝા આહવા /સુબીર તથા વઘઇ તાલુકાના પ્રતિનિધિઓમાં સીવન ભાઈ,શિવુભાઈ,ગણેશભાઈ વિજયભાઈ,યોગેશભાઈ સહિત મોટી સંખ્યામાં સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા..

રિપોર્ટ.સંજય ગવળી.ડાંગ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!