કેશોદ માં નવરાત્રી મહોત્સવ માં ગુજરાત રાજ્યના મંત્રી ખૈલયાઓ સાથે રમીને ઉત્સાહ વધાર્યો.

કેશોદ શહેરમાં નવરાત્રી મહોત્સવ માં ગુજરાત રાજ્યના મંત્રી ખૈલયાઓ સાથે રમીને ઉત્સાહ વધાર્યો…
કેશોદ: નવરાત્રી મહોત્સવ અંતિમ ચરણ તરફ વધી રહ્યો છે ત્યારે ખૈલયાઓ માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેશોદના માંગરોળ રોડ પર કોળી સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત રાજ્ય સરકાર નાં પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઈ માલમ નગરપાલિકા પ્રમુખ લાભુબેન પીપલીયા સહિતના સતાધારી પક્ષના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
કોળી સમાજ નાં નવરાત્રી મહોત્સવ માં રાજ્ય સરકાર નાં પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઈ માલમ પણ ખૈલયાઓની સાથે ગરબે ઘૂમવા લાગ્યાં હતાં ત્યારે ખૈલયાઓ માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કેશોદના ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય સરકાર નાં પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઈ માલમ સરળ સહજ સ્વભાવ ને કારણે જબ્બર ચાહક વર્ગ ધરાવતા હોય ખૈલયાઓ સાથે ગરબે રમતાં સોશ્યલ મીડિયામાં છવાઈ ગયાં હતાં. કેશોદ કોળી સમાજ નાં પદાધિકારીઓ અને હોદેદારો દ્વારા નવરાત્રી મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કોળી સમાજનાં લોકો પરિવાર સાથે નવરાત્રી ની આસ્થાભેર ઉજવણી કરી રહ્યા છે.
ગુજરાત રાજ્ય મંત્રી દેવાભાઈ માલમ ની સાથે જિલ્લા પંચાયત સદસ્ય પણ રમ્યા રાસ
ખેલૈયાઓ સાથે ગુજરાત રાજ્યના મંત્રી પણ રાસની રમઝટ બોલાવતા ખેલૈયોમાં ઉત્સાહ
રિપોર્ટ;-શોભના બાલસ કેશોદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756