રાજકોટના સરદાર પટેલ સ્વિમિંગ પુલમાં આંતરરાષ્ટ્રીય-રાષ્ટ્રીય તરવૈયાઓની પ્રેક્ટિસનો પ્રારંભ.

રાજકોટના સરદાર પટેલ સ્વિમિંગ પુલમાં આંતરરાષ્ટ્રીય-રાષ્ટ્રીય તરવૈયાઓની પ્રેક્ટિસનો પ્રારંભ.
રાજકોટ માં ‘ખેલેગા ઈન્ડિયા, જુડેગા ઈન્ડિયા’ ની થીમ સાથે શરૂ થયેલા રાષ્ટ્રીય ખેલથી ચોમેર માહોલ રમતમય બની રહ્યો છે. રાજકોટમાં બીજી ઑક્ટોબરથી સ્વિમિંગની રાષ્ટ્રીય સ્પર્ધાઓ શરૂ થશે. જેમાં ૨૬ રાજ્યોના તરવૈયાઓ વચ્ચે ‘ગોલ્ડ મેડલ’ માટે રસાકસી જામશે. આ સ્પર્ધાઓ માટે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય તરવૈયાઓનું રાજકોટમાં આગમન થઈ ચૂક્યું છે અને તેઓએ સરદાર પટેલ સ્વિમિંગ પુલ તથા રેસકોર્ષના સ્વિમિંગ પુલમાં પ્રેક્ટિસ કરી હતી. સ્વિમિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયાના ઉપપ્રમુખશ્રી કમલેશ નાણાવટીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ખેલમાં સ્વિમિંગની ઈવેન્ટસનો પ્રારંભ બીજી ઑક્ટોબરે સવારે ૮.૩૦ વાગ્યાથી સરદાર પટેલ સ્વિમિંગ પુલ ખાતેથી થશે. આ સ્પર્ધાઓમાં કુલ ૨૬ રાજ્યોની ટીમોના કુલ મળીને ૬૫૦ જેટલા ખેલાડીઓએ ભાગ લીધેલો છે. ગુજરાતમાંથી કુલ મળીને ૧૮ જેટલા ખેલાડીઓએ સ્વિમિંગમાં તથા ૧૩ ખેલાડીઓએ વોટરપોલોમાં ભાગ લીધો છે. તેમણે કહ્યું હતું કે સ્વિમિંગની વિવિધ ઈવેન્ટસ રોજ સવારે ૮.૩૦ વાગ્યાથી શરૂ થશે. જ્યારે ડાઇવિંગની ઈવેન્ટ સવારે ૧૦.૩૦ યોજાશે તથા વોટર પોલોની ઇવેન્ટસ સવારે ૧૧ કલાકથી યોજાશે. રોજ સાંજે પ વાગ્યે ફાઈનલ સ્પર્ધા થશે. સ્વિમિંગમાં પુરુષ અને મહિલા ખેલાડીઓની અલગ-અલગ ૨૧-૨૧ ઈવેન્ટ થશે. રાષ્ટ્રીય ખેલ માટેના ખેલાડીઓ રાજકોટ આવી ચૂક્યા છે અને તેમની પ્રેક્ટિસ પણ શરૂ થઈ ગઈ છે. આ ખેલમાં ઓલિમ્પિકમાં ભાગ લઈ ચૂકેલા સજન પ્રકાશ, શ્રી હરિ નટરાજ, માના પટેલ તેમજ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લઈ ચૂકેલા આર્યન નહેરા સાથે રિદ્ધિમા, વેદાંત માધવન તેમજ એશિયાઈ તથા રાષ્ટ્રીય સ્તરે વિવિધ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરનારા દેવાંશ પરમાર, આર્યન પંચાલ, અંશુલ કોઠારી, કલ્યાણી સક્સેના સહિતના ખેલાડીઓ ભાગ લેનાર છે.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756