ઓલ સર્વીસ ગ્લોબલની જેમ રાજદીપને હટાવવાની માંગ ઉઠી

ઓલ સર્વીસ ગ્લોબલની જેમ રાજદીપને હટાવવાની માંગ ઉઠી
શકિતપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી આ તીર્થને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. અંબાજી ખાતે તાજેતરમાં ભાદરવી મહામેળો અને નવરાત્રી પર્વ સુખ સંપન રીતે પૂર્ણ થયો છે પરંતુ નવાઈની વાત એ છે કે આ શકિતપીઠ અંબાજી ખાતે સફાઈની કામગીરી સંભાળતી રાજદીપ એજન્સી દ્વારા શરૂઆત મા સારી કામગીરી કરાયા બાદ હાલમા આ સંસ્થા દ્વારા બોગસ કામગીરી હાથ ધરવામાં આવી છે.
અંબાજી ખાતે આ અગાઊ ઓલ સર્વીસ ગ્લોબલ કંપની સફાઈની કામગીરી સંભાળતી હતી અને તેની કામગીરી બોગસ નીકળતા તેને ગ્રેડ પણ સતત ત્રણ વખત સી મળતા આ કંપનીને હટાવવામાં આવી હતી. ત્યારબાદ અંબાજી સફાઈની કામગીરી રાજદીપ એજન્સીને અપાઈ હતી. આ એજન્સી દ્વારા પણ શરૂઆત મા સારી કામગીરી હાથ ધરી બાદમાં બોગસ કામગીરી કરવાની ફરિયાદો ઉઠવા પામી છે. આ એજન્સી 2021 મા ભાદરવી પૂનમના મેળામાં મોટું કૌભાંડ પણ કર્યું હતું જેને બાદમાં ભીનું સંકેલી દેવામાં આવ્યુ હતું. આ સંસ્થા હાલમા સફાઈની કોઈજ કામગીરી કરતી નથી અને ચોક્કસ જગ્યાએ સફાઈના નામે નાટકો કરી ફોટા પાડી ઉપર મોકલી દેવામાં આવે છે.
@@ રાજદીપ સંસ્થા ને હટાવવામા આવે તેવી માંગ !@@
અંબાજીમાં પીએમ આવવાના હતા ત્યારે સાફ સફાઈ થઈ હતી ત્યારબાદ સફાઈના નામે નાટક કરતા હોય તેવું લાગી રહ્યું છે અને લાખો રૂપિયાના ખર્ચે બનેલા ફુવારામાં પણ ગંદકી જોવા મળી રહી છે .હાઇવેના માર્ગ ઉપર રેતી નજરે જોવા મળી રહી છે અને આ સંસ્થા ને ફરિથી ગ્લોબલ ની જેમ હટાવવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે. આ સંસ્થાના અમુક કર્મચારી કહે છે કે અને અંબાજીના મોટા મા મોટા મિડીયા ગુરૂને જ જાહેરાત આપીએ છીએ એટલે બીજાં પત્રકારોની અમને જરુર નથી જે મુદ્દો હાલ ચર્ચાસ્પદ બન્યો છે.
રિપોર્ટ : અમિત પટેલ અંબાજી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756