અમરેલી : જાહેર જનતા ને સૌરાષ્ટ્ર તરફ જવા માટે એસ ટી સેવા નો લાભ લેવા અનુરોધ

અમરેલી વિભાગીય નિયામક જાડેજા અને સુરત ડાયમંડ એશો નો જાહેર જનતા ને સૌરાષ્ટ્ર તરફ જવા માટે એસ ટી સેવા નો લાભ લેવા અનુરોધ
અમરેલી સુરત ડાયમંડ એસોસિએશન અને ગુજરાત એસ.ટી.દ્વારા ઉપલબ્ધ વિશેષ બસ સુવિધાનો લાભ લેવા અમરેલી જિલ્લાની જનતાને અનુરોધ કરતા વિભાગીય નિયામક જાડેજા અમરેલી સહિત સૌરાષ્ટ્રના તમામ જિલ્લાની જનતા માટે સુરત ડાયમંડ એસોસિએશન અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જાહેર જનતાના લાભાર્થે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ખાસ વાહન વ્યવહાર વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
જે અંતર્ગત એક્સ્ટ્રા બસો ઉપડવાની તારીખ ૧૯/૧૦/૨૦૨૨ થી ૨૩/૧૦/૨૦૨૨ દરમ્યાનનો રહેશે. સુરત થી બસ ઉપડવાનો સમય બપોરે ૦૪.૦૦ કલાક થી રાત્રે ૧૦.૦૦ કલાકનો રહેશે જેનું બુકીંગ નિગમના બસ સ્ટોપ, અધિકૃત એજન્ટો અથવા લંબે હનુમાન મંદિર સામેના એસ.ટી.વર્કશોપ પર થશે ઉપરાંત નિગમની વેબસાઈટ પર ઓન લાઇન બુકીંગ પણ થશે. નિગમ દ્વારા સુરત થી અમરેલીનું બસ ભાડું રૂ. ૩૨૦/- અને સુરત થી સાવરકુંડલાનું બસ ભાડું રૂ.૩૪૫/- નક્કી કરવામાં આવ્યું છે. જો એકજ ગામનું ૫૧ સિટનું ગ્રૂપ બુકીંગ હોય તો જે તે ગામ સુધી નોન સ્ટોપ બસ સેવા ઉપલબ્ધ છે તેમ એસ.ટી.વિભાગના વિભાગીય નિયામક જાડેજાસાહેબ અને પરિવહન અધિકારી વિમલભાઈ નથવાણીએ જણાવ્યું છે. આ સેવાનો લાભ લેવા પ્રા.જે.એમ.તાળાવિયાએ જાહેર જનતાને અનુરોધ કર્યો છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756