આજે 66 વરસે પણ રેખાનો ઠસ્સો રૂવાબ પ્રભાવ અકબંધ છે.

ઇન આંખોકી મસ્તી કે મસ્તાને હજારો હે
તામિલ અભિનેતા જેમીની ગણેશન અને તામિલ અભિનેત્રી પુષ્પાવલીને ત્યાં 1966 ની 10 ઓક્ટોબરે જન્મેલી ભાનુરેખા શિવાજી ગણેશન સાવ સામાન્ય દેખાવની હતી એ જ રેખા આજે 66 વરસે પણ કાંજીવરમની સાડી અને જવેલરી પહેરી જ્યારે કોઈ કસર્યકમમાં આવે છે એ વખતે હાજર બધાની નજર રેખા પર જ ચોંટી જાય છે
રેખાએ નવીન નિશ્ચલ સાથે ” સાવન ભાદો “ થી કારકિર્દી શરૂ કરી હતી એ પછી અમિતાબ વિનોદ મહેરા અને મુકેશ અગરવાલ સાથે જોડાયુ હતું મુકેશે રેખા સાથે લગ્ન કર્યા પછી માત્ર 7 માસમાં આત્મહત્યા કરતા રેખાની છબી ખરડાઈ હતી
રેખા એક સશક્ત અભિનેત્રી ઉપરાંત સારા નૃત્યકાર પણ છે.
રેખાએ કલા અને કોમર્શિયલ બન્ને પ્રકારની ફિલ્મોને પૂરતો ન્યાય આપ્યો છે રેખાને તમે મહિલા અભિતાબ પણ કહી શકો તમને બોલીવુડની કેટલી ચુંનદા અભિનેત્રીઓમાં રેખાનો સમાવેશ કરવો જ પડે
રેખાની ફિલ્મી સફર તેલુગુ ફિલ્મ રંગપુલા રતન્મના બાલકલાકારથી થઈ હતી એ પછી રેખાએ 180 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે
બોલીવુડમાં રેખાએ અમિતાબ ધર્મેન્દ્ર જીતેન્દ્ર રિશી કપૂર રાકેશ રોશન ઋત્વિક રોશન અક્ષયકુમાર સાથે કામ કર્યું છે
આજે પણ રેખા કોઈ ફક્શનમાં કે એવોર્ડ સેરેમનીમાં પ્રવેશ કરે તો બધાની નજર રેખા પર અટકી જાય છે
એક વાતે રેખાને સલામ કરવી પડે કે અંગત જીવનમાં સેંકડો દુઃખ વચ્ચે પણ રેખા પોતાના વસ્ત્રો ફેશન સૌંદર્ય તેની સ્ટાઇલ પ્રત્યે સભાન રહી છે અંગત જીવનને જાહેર જીવન પર હાવી થવા દીધું નથી
આજે પણ જ્યારે રેખા જાહેર કાર્યકમોમાં સ્ટેજ પર શાહરૂખ સાથે સ્ટેજ પર થિરકતી જોવા મળે છે ત્યારે મુકદર કા સિકંદરની જોહરાજાન યાદ આવી જાય છે
રેખાએ અમિતાબ સાથે દોઅંજાને મિસ્ટર નટવરલાલ સુહાગ મુકદર કા સિકંદર સિલસીલામાં કામ કર્યું છે
મુજફરઅલીની ઉમરાવ જાનમાં રેખાએ દીલ રેડીને કામ કર્યું છે યુવા અભિનેત્રીઓ રેખાને પગે લાગે છે રેખા એ લોકો માટે સ્ટાઇલ અને ફેશનની આઈકોન છે
રેખાની શરૂઆતની ફિલ્મો એવરેજ રહી હતી જેમાં ફિરોજખાનની ધર્માત્મા રણધીરકપુર સાથેની રામપુર કા લક્ષ્મણ રાજેન્દ્ર કુમાર સાથેની ગોરા ઓર કાલા મુખ્ય છે
: રેખાએ કલા ફિલ્મોને પણ પુરો ન્યાય આપ્યો છે
કલયુગ વિજેતા ઉમરાવજાનમાં કામ કર્યું બશેરા મિસ્ટર નટવરલાલ સિલસીલામાં કામ કર્યું
ચરિત્ર ભુમિકામાં શ્યામ બેનેગલની ઝુબેદા રાકેશ રોશનની કોઈ મિલ ગયા ઉલ્લેખનીય છે.
રેખાને ઉમરાવજાનના અભિનય માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે
ખુબસુરત અને ખૂન ભરી માંગની ભુમિકા માટે બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે
રેખા સંઘર્ષ મુસીબતો તકલીફો અડચનોને કેમ પાર કરી શકાય એ બહુ સારી રીતે મૌન રહીને શીખવે છે
અમિતાબ માટેના રેખાના લગાવની વાતો આપને હવે બંધ કરવી જોઈએ.પ્યારની ગરીમાં ઉંચાઈને આંબવાવાલા માનસિક રીતે જોડાયેલા બે દિલની ચર્ચા કરવી વાજબી નથી જ નથી
રિપોર્ટ : અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756