એલ.એન્ડ.ટી કંપની દ્વારા ડભોઇ સ્મશાન ને રીનોવેશન તેમજ બ્યુટીફીકેશન નું કામ શરૂ

ડભોઇ શીતળાઈ તળાવ પાસે આવેલ સ્મશાન ઘાટ ની આસ પાસ ગંદકી તેમજ સ્મશાન ઘાટ ની ખસ્તા હાલત ને કારણે હિન્દૂ સમાજ ની લાગણી દુભાતા ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા ને આ અંગે ની રજુઆત કરવામાં આવી હતી.જે બાદ ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા ના પ્રયાસ થી એલ.એન.ટી કંપની એ સી.એસ.આર ફંડ માંથી ડભોઇ શીતળાઈ સ્મશાન ને રીનોવેશન નું બીડું ઝડપ્યું હતું.જે અંતર્ગત પ્રથમ તબક્કા માં સ્મશાન ની બહાર કચરા ના ઢગલા ને હટાવી તમામ ગંદકી દૂર કરવામાં આવી છે.તેમજ પેવર બ્લોક,કલરકામ તેમજ રીપેરીંગ કામ પૂર્ણ થવાના આરે છે.જ્યારે બીજા તબક્કા માં સ્માશાન નું સ્લેબ ઊંચું લેવામાં આવશે તેમજ ચીમની મુકવામાં આવશે.તથા તળાવ ની બહાર આવેલ શીતળાઈ તળાવ ને બ્યુટીફીકેશન કરવામાં આવશે તેમજ સ્મશાન ની બહાર વૃક્ષારોપણ કરી સ્મશાન ને સ્વચ્છ તેમજ આધુનિક બનાવવા માં આવશે.પ્રથમ તબક્કા માં થઈ રહેલા કામ નું નિરીક્ષણ કરતા આજરોજ ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા એ સ્થળ પર જઈ સ્મશાન ની મુલાકાત લેતા તેઓ એ એલ.એન્ડ.ટી કંપની દ્વારા કરવામાં આવેલ કામગીરી ના વખાણ કર્યા હતા.તેમજ પ્રજા નીં લાગણી તેમજ માંગણી ને માન આપી વર્ષો જૂની સમસ્યા નું નિરાકરણ લાવવા બદલ ધર્મપ્રેમી જનતા એ શૈલેષભાઇ મહેતા નો તેમજ એલ.એન્ડ.ટી કંપની નો આભાર વ્યક્ત કર્યો હતો.પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા સાથે નગરપાલિકા પ્રમુખ કાજલબેન દુલાણી,ઉપ પ્રમુખ એમ.એચ.પટેલ,તથા અશોકભાઈ મોંગા ઉપસ્થિત રહ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756