પ્રાચી તથા ઘંટીયા ગામે ગરબી મંડળમાં બાળાઓને સોનાની ભેટ આપવામાં આવી…

પ્રાચી તથા ઘંટીયા ગામે ગરબી મંડળમાં બાળાઓને સોનાની ભેટ આપવામાં આવી…
સામાજિક કાર્યકર મહેન્દ્રભાઈ નાઘેરા પરિવાર તરફથી સોનાની ભેટ આપવામાં આવી હતી…
પ્રાચી તીર્થ….પ્રાચી તથા ઘંટીયા ગામે ગરબી મંડળમાં છેલ્લા દિવસે બાળાઓને સોનાની ભેટ આપવામાં આવી હતી નવરાત્રી એટલે માતાની આરાધના કરવાનો પર્વ દરેક લોકો પોત પોતાની યથાશક્તિ જગતજનની મા શક્તિની આરાધના કરતા હોય છે ત્યારે સુત્રાપાડા તાલુકાના ઘંટીયા પ્રાચી ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્સાહભેર નાના બાળકોએ ભાગ લીધો હતો જેમાં ઘંટીયા પ્રાચી ગામ ના સામાજિક કાર્યકર એવા મહેન્દ્રભાઈ નાઘેરા દ્વારા નવરાત્રિમાં ભાગ લેનાર બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં બાળાઓને સોનાનો દાણો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં અને યુવાનોને લેટેસ્ટ કાંડા ઘડિયાળ આપવામાં આવી હતી વાત કરીએ તો સામાજિક કાર્યકર મહેન્દ્રભાઈ નાઘેરા ઘંટીયા પ્રાચી ગામની અંદર નાના-મોટા પ્રસંગોમાં અગ્રેસર રહે છે. તેમજ વૈશ્વિક કોરો મહામારી માં તેઓ દ્વારા અન્નક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યું હતું જેમાં બપોર અને સાંજે આજુબાજુ વિસ્તારના લોકોને સ્વાદિષ્ટ ભોજન રિક્ષા મારફતે વિતરણ કરવામાં આવતું હતું હર હંમેશ તેઓ જરૂરિયાત મંદ લોકો ને મદદ કરતા રહે છે અને એક સામાજિક કાર્યકર્તાએ મહેન્દ્રભાઈ નાઘેરા નો ગરબી મંડળ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો..
રિપોર્ટ.. શૈલેષ વાળા પ્રાચી તીર્થ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756