રાજકોટ ની વિવિધ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ યોજાઈ.

રાજકોટ ની વિવિધ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ યોજાઈ.
રાજકોટ માં મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા તા.૬-૧૦-૨૦૨૨ ના રોજ ચીફ ફાયર ઓફીસરશ્રી આઇ.વી.ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસરશ્રી બી.જે.ઠેબાના ઉચ્ચ માર્ગદર્શન હેઠળ શહેરની વિવિધ હોસ્પિટલો જેવી કે (૧) સ્ટર્લીંગ હોસ્પિટલ ૧૫૦ ફુટ રીંગ રોડ (૨) શૈશવ બાળકોની હોસ્પિટલ પેડક રોડ (૩) ટ્રીનીટી હોસ્પિટલ નાનામવા સર્કલ ૧૫૦ ફુટ રીંગ રોડ (૪) સંકલ્પ હોસ્પિટલ ઢેબર રોડ ખાતે બપોર સુધીમા ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. તેમજ (૧) ઓમ પીડીયાટ્રીક મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ જય હિન્દ પ્રેસ સામે પોલીસ સ્ટેશનની બાજુમા (૨) જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ પંચવટી સોસાયટી (૩) આદિત્ય હોસ્પિટલ નવનીત હોલ પાસે કોઠારીયા રોડ (૪) શિવમ હોસ્પિટલ રૈયા રોડ સદગુરૂ કોમપ્લેક્ષની સામે રાજકોટ ખાતે ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલનું આયોજન બપોર બાદ યોજાનાર છે. ઉપરોક્ત મોકડ્રીલ દરમ્યાન વિવિધ ૮ હોસ્પિટલોમાં ડોક્ટર તથા નર્સીંગ સ્ટાફ તેમજ અન્ય સ્ટાફને ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના સ્ટેશન ઓફિસરશ્રી એ.કે.દવે, શ્રી એફ.આઇ.લુવાની, શ્રી એ.બી.ઝાલા, શ્રી આર.એ.જોબણ, શ્રી એમ.કે.જુણેજા, શ્રી આર.એ.વિગોરા, શ્રી એચ.પી.ગઢવી, ઇન્ચાર્જ સ્ટેશન ઓફીસરશ્રી આર.પી.જોષી તથા લીડીંગ ફાયરમેન અને ફાયરમેન સહિતના સ્ટાફ દ્વારા હોસ્પિટલમાં આગ લાગે ત્યારે શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેનાં સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસર નો ઉપયોગ કેવી રીતે કરવો અને દર્દીઓને કઇ રીતે બચાવવા તે અંગે મોકડ્રીલનું આયોજન કરવામા આવેલ.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756