રાજકોટ માં મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા ડેન્ગ્યુ રોગચાળા અટકાયતિ માટે સઘન ઝુંબેશ.

રાજકોટ માં મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા ડેન્ગ્યુ રોગચાળા અટકાયતિ માટે સઘન ઝુંબેશ.
રાજકોટ માં વરસાદની સિઝન દરમિયાન ડેન્ગ્યુ, મેલેરિયાના કેસ જોવા મળે છે. મચ્છર પ્રમાણમાં હૂંફાળા અને ભેજ વાળા વાતાવરણમાં ઝડપથી ફેલાવો કરે છે. વરસાદની સિઝનમાં આવું વાતાવરણ લાંબા સમય સુધી રહેતું હોવાથી ડેન્ગ્યુ, મેલેરિયા કેસો જોવા મળે છે. સામાન્ય રીતે વરસાદ બાદ ૧૪ થી ર૦ દિવસ બાદ ડેન્ગ્યુ રોગનો ફેલાવો ચાલુ થાય છે. આથી ડેન્ગ્યુ રોગ નિયંત્રણ માટે લોકોએ સ્વયંજાગૃત રહી ધરની સફાઈ કરવી જોઈએ. વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. આ ઈંડામાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તથા પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા ૭ થી ૧૦ દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ પોતાના સ્વાસ્થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્૫તિ ઘણી વધી જાય છે. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણાશે. જેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. પ્રિમાઇસીસમાં મચ્છરના પોરા મળી આવતા અથવા મચ્છર ઉત્પતિ થાય તેવી બેદરકારી જોવા મળતા નોટીસ આ૫વાની વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ. ઘરોમાં મચ્છરના પોરા થતા અટકાવવા આટલું જરૂર કરીએ. છત પર કે તેની આસપાસ પડેલા ભંગાર, ટાયર, ડબ્બા ડુબલી વગેરેનો તાકીદે નિકાલ કરીએ. અગાસી કે છજજામાં ભરાયેલ વરસાદી પાણીનો નિકાલ કરીએ. સિમેન્ટની ટાંકી, બેરલ, કેરબાને હવાચુસ્ત ઢાંકીને રાખીએ તથા દર અઠવાડીયે ઘસીને સાફ કરવું. હવાચુસ્ત ઢાંકી ન શકાય તેવા ટાંકા ટાંકીમાં અઠવાડીયે નિયમીત કેરોસીન નાખવું. ગાયની કુંડી તથા પક્ષીકુંજ ભરવાનું ટાળવું અથવા નિયમિત રાત્રે ખાલી કરીને ઊંધું વાળી દેવા સવારે ફરીથી નવું પાણી ભરવું. ફ્રીજ પાછળની ટ્રે સપ્તાહમાં બે વખત સાફ કરીએ. ટાંકા ટાંકી, માટલા વગેરે અઠવાડિયામાં બે વખત ઘસીને સાફ કરી સૂકવીને ફરીથી ઉપયોગમાં લઇએ. નળ ગયા બાદ પાણી ભરવાની કુંડીને સુકા ક૫ડાથી સાફ કરવી. પાણીમાં મચ્છરના લારવા દેખાય તો તુરંત નાશ કરવો. વાહકજન્ય રોગોનો ફેલાવો અટકાવવા માટે આરોગ્ય તંત્રના ઘનિષ્ઠ પ્રયત્નોને ત્યારે જ સફળતા મળે કે જ્યારે પ્રજાજનો સહકાર આપે. લોકોની સુખાકારી એ આરોગ્ય તંત્ર ની જવાબદારી છે, પરંતુ સહકાર મળવો એ અનિવાર્ય છે. લોકસહકાર મળે તો જ ડેન્ગ્યુ નિયંત્રણ અને અટકાયતની કામગીરી ખૂબ જ સરળ રીતે થઇ શકે.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756