વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જુનાગઢ કાર્યક્રમમાં સાંભળવા આવતા વરિષ્ઠ નાગરિકોના પ્રતિભાવો

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જુનાગઢ કાર્યક્રમમાં સાંભળવા આવતા વરિષ્ઠ નાગરિકોના પ્રતિભાવો
નરેન્દ્રભાઈ મોદીની ખેલનીતિથી યુવાનો રમતગમત ક્ષેત્રે કાઠું કાઢી રહ્યા છે
જૂનાગઢના ૮૩ વર્ષીય ગોલ્ડ મેડાલિસ્ટ રનર ભાનુમતિબેન પટેલ
જૂનાગઢ : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની પાવન ભૂમિ જુનાગઢ ખાતે વિકાસના કામોની ભેટ લઈને આવ્યા હતા. આ તકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની એક ઝલક માણવા માટે બાળકો, યુવાનો, વડીલો, વૃદ્ધો, માતાઓ બહેનો, સાધુ સંતો સહિત સૌ કોઈ જુનાગઢ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જૂનાગઢમાં રહેતા અને ૪૧મી ગુજરાત સ્ટેટ માસ્ટર્સ એટલેટીક્સ ચેમ્પિયનશિપ-૨૦૨૨ મા ૫ કિલોમીટર દોડમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર મેળવનાર વરિષ્ઠ નાગરિક ભાનુમતિબેન પટેલ પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીને સાંભળવા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ તકે ભાનુમતિબેન પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની ખેલનીતિ સારી છે , વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા સૂત્ર ‘ખેલશે ગુજરાત, જીતશે ગુજરાત’ને યુવાનો સાર્થક કરી રહ્યા છે. આ સાથે સાથે બાળકો અને વડીલો પણ રમત ગમત ક્ષેત્રે પોતાનું કૌવત બતાવી રહ્યા છે. ભાનુમતિ બહેને વધુમાં કહ્યું કે, હું છેલ્લા ૧૫ વર્ષથી દોડની સ્પર્ધામાં ભાગ લઉં છું, અને દરરોજ ૧૫ કિલોમીટર જેટલું ચાલુ છું. ભાનુમતિબેન પટેલ જેમ જુનાગઢ સહિત આજુબાજુના જિલ્લાના અનેક વરિષ્ઠ નાગરિકો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સાંભળવા માટે જૂનાગઢ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756