ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષજી દ્વારા જામનગર મહાનગરની બેઠક યોજાઇ

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષજી દ્વારા જામનગર મહાનગરની બેઠક યોજાઇ
Spread the love

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષજી દ્વારા જામનગર મહાનગરની બેઠક યોજાઇ

ભાજપ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષજીએ ૭૮ વિધાનશાભા
ચૂંટણી વ્યસ્થા સમિતિ સાથે બેઠક યોજી માર્ગદર્શન આપ્યું

આગામી વિધાનસભા ચૂંટણીના અનુસંધાને માઇક્રો મેનેજમેન્ટ અર્થે બુથ સ્તર, શક્તિકેન્દ્રના મજબૂતીકરણ અર્થે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી એલ સંતોષજી દ્વારા શક્તિકેન્દ્રોના ઇન્ચાર્જ, તથા પ્રભારીઓ સાથે શહેર ભાજપ કાર્યાલયમાં સંવાદ કરવામાં આવેલ. બુથ સ્તર અને શક્તિકેન્દ્ર ના પ્રમુખ તથા પ્રભારીઓ સાથે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી એલ સંતોષજી એ સંવાદ કરી તેઓને માર્ગદર્શન પૂરું પડેલ. ઉપરાંત રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષજી દ્વારા ૭૮ વિધાનશાભા ચૂંટણી વ્યસ્થા સમિતિ સાથે ખાસ બેઠક યોજેલ.
જેમાં, આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી અન્વયે ૭૮ વિધાનસભા બેઠક ચૂંટણી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જે પૈકી ઘર ઘર પ્રચાર, આઈ.ટી, મીડિયા, પ્રોટોકોલ, લીગલ સેલ, એકાઉન્ટિંગ, સરકારી યોજના લાભાર્થી સંપર્ક, સહીત ૭૮ વિધાનશભા ચૂંટણી અંગે વિવિધ કામગીરીની સોંપણી કરવામાં આવેલ, તથા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષજી દ્વારા વિશેષ માર્ગદર્શન આપવામાં આવેલ.
આ બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી એલ સંતોષજી, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, જામનગર દેવભૂમિ-દ્વારકા સાંસદ પૂનમબેન માડમ, શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઈ બામણીયા, મેરામણભાઇ ભાટુ, ૭૮ વિધાનશાભાના ધારાસભ્ય ધમેન્દ્રસિંહ જાડેજા, જામનગર શહેર સંગઠન પ્રભારી શ્રી અભયસિંહ ચૌહાણ, ૭૮ વિધાનસભાના પ્રભારી હિરેન પારેખ, ૭૯ વિધાનશાભાના પ્રભારી ચંદ્રેશભાઇ હેરમાં, મેયર બીનાબેન કોઠારી સહીત શહેર સંગઠનના હોદેદારો, મોરચા પ્રમુખ – મહામંત્રી, વોર્ડ પ્રમુખ, વોર્ડ પ્રભારી, શક્તિકેન્દ્રના પ્રમુખો – પ્રભારી સહીત અપેક્ષિતો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનું સફળ સંચાલન વિજયસિંહ જેઠવા એ કરેલ. ભાજપ મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે

રિપોર્ટ : કપિલ જેઠવાણી
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જામનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!