પ્રાંતિજ તાલુકા પંચાયતના કર્મચારીઓ વર્કિંગ અવર્સમાં કામ પડતું મૂકીને સહ કર્મચારીના વિદાય સમારંભમાં પહોંચ્યા

પ્રાંતિજ તાલુકા પંચાયતના કર્મચારીઓ વર્કિંગ અવર્સમાં કામ પડતું મૂકીને સહ કર્મચારીના વિદાય સમારંભમાં પહોંચ્યા
Spread the love

પ્રાંતિજ તાલુકા પંચાયતના કર્મચારીઓ વર્કિંગ અવર્સમાં કામ પડતું મૂકીને સહ કર્મચારીના વિદાય સમારંભમાં પહોંચ્યા

* આટા ફેરા મારતા અરજદારો ધક્કે ચઢ્યા
* અધિકારી ચાલુ ઓફિસે જ જાય ને : કમૅચારી

નવા વર્ષના શ્રી ગણેશ થયા આજે એક સપ્તાહ જેવો સમય વીતવા આવ્યો છે પણ અધિકારીઓનો મૂડ હજુ વેકેશન પર હોય તેમ જોવા મળી રહ્યો છે અને આળસ કંખેરી કામકાજ કરતા જોવા મળતા નથી. તારીખ-૧/૧૧/૨૦૨૨ ની મંગળવારે બપોરે 12 વાગ્યા પછી પ્રાંતિજ તાલુકા પંચાયત ભવનના મુખ્યત્વે તમામ કર્મચારી ઓ પોતાના પદ પર જોવા મળી રહ્યા ન હતા. ગ્રામીણ વિસ્તારમાં થી આવતા અરજદારો આટા ફેરા મારતા ધક્કે ચઢ્યા હતા. મુખ્યત્વે તમામ અધિકારી ખુરશી પર હાજર જોવા ન મળતા મોટી વિમાસણમાં અરજદારો મુકાયેલ જોવા મળ્યા. ત્યાં એક કર્મચારી જોવા મળતા તેમના પાસેથી જાણવા મળ્યું હતું કે એક અધિકારી નિવૃત્ત થાય છે તો તેમના વિદાય સમારંભમાં હાજરી આપવા ગયા છે વધુમાં પાછું કર્મચારીએ જણાવ્યું કે અધિકારી છે તો ચાલુ ઓફિશે જ જાય ને સાંભળીને મોટી દુવિધામાં અરજદારો મુકાયા હતા. વર્કિંગ અવર્સમાં કામ પડતું મૂકી કર્મ પ્રત્યે બેદરકારી દાખવ કર્મચારીના વિદાયમાં સમારંભમાં હાજરી આપવા પહોંચેલ અધિકારીઓ પર ઉપરી અધિકાર નો દબદબો જોવા મળતો ન હોય તે પ્રતીત થઈ રહ્યું છે. અરજદારો પણ ઢીલા મૂખે રજૂઆત કરતા જોવા મળ્યા હતા જાણે કોઈ અધિકારી આવીને ભડાકે દેવાનો હોય તેમ ડરતા હતા. અરજદારો તો ઠીક પણ નવું જોઇનિંગ કરવા આવેલ મહિલા કર્મચારી પણ ધક્કે ચઢેલ જોવા મળતા હતા. હવે જો આ રીતે મનસુખ પ્રમાણે કાર્ય પ્રત્યે બેદરકાર બનીને અધિકારીઓ ક્યારે અને કોના કહ્યામાં કેટલું કામ કરશે તે આવનાર સમયે જ બતાવશે કે કેમ તે જોવું રહ્યું.

તાલુકા વિકાસ અધિકારી :- આ બાબતે ટી.ડી.ઓ. સાથે ટેલિફોનિક સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે એક કોલ આવતા જ જમીને તુરંત પરત આવી ગયા હતા છતાં બે વાગ્યા સુધી કર્મચારી પોતાની ખુરશી પર જોવા મળતા ન હતા તેના પરથી સાબિત થાય છે કે બેદરકાર કર્મચારીઓ ને ટી.ડી.ઓ. છાવરતા હોય તેમ અહીં જાણવા મળી રહ્યું છે.

રિપોર્ટ :-અશોકસિંહ રાઠોડ
લોકાર્પણ ન્યુઝ પ્રાંતિજ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!