પ્રાંતિજ નાલંદ વિદ્યાલય ખાતે સર્પ વિષે અંધશ્રધ્ધા નિવારણ કાર્યક્રમ યોજાયો.

પ્રાંતિજ નાલંદ વિદ્યાલય ખાતે સર્પ વિષે અંધશ્રધ્ધા નિવારણ કાર્યક્રમ યોજાયો.
ગાંધીનગર સ્નેક લવર્સ ક્લબ ના વોલેનટીયરો પરેશભાઈ. એમ.પટેલ, સુનીલ કડિયા , પરેશભાઈ .એસ.પટેલ દ્વારા પ્રાંતિજ નાલંદા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને સરી સૃપો વિશે અંધશ્રદ્ધા નિવારવા માટે એક વિશેષ કાર્યક્રમ યોજાયો જેમાં સાપની કેટલી પ્રજાતિ, કયા ઋતુમાં તે વધુ જોવા મળતા હોય છે ને તેમની મુખ્ય પ્રકૃતિ ને બીજી અનેક માહિતી આપીને પરેશભાઈ. એમ.પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી.
માહિતી આપ્યા પછી ઉત્સાહિત બાળકોના સવાલોના જવાબ સુનિલભાઈ કડિયા દ્વારા આપવામાં આવ્યા હતા , જ્યારે પરેશભાઈ .એસ.પટેલ દ્વારા પ્રાથીમક ઉપચાર ની પૂરી માહિતી આપવામાં આવી હતી.
તો નાલંદા વિદ્યાલય ના આચાર્ય કેતનભાઇ પટેલ દ્વારા સ્નેક લવર ક્લબના પરેશભાઈ એમ પટેલ સુનિલભાઈ કડિયા અને પરેશભાઈ એસ પટેલ સરીસૃપ અંધશ્રધ્ધા નિવારણના કાર્યક્રમના અંતે આભાર વિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન નાલંદા વિદ્યાલય સ્ટાફ દ્વારા ખુબજ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સાથે સ્ટાફને સરીસૃપ વિશે અવનવું અને હકીકત જાણવા મળતા અચરજ પામીને મળેલ માહિતી બીજા ને પણ અવગત કરવા કટિબદ્ધ થયા હતા અને જીવદયા રાખી આગામી સમય કે સ્થળ પર જો કોઈ સરીસૃપ મળશે તો ફોરેસ્ટ ખાતાંમાં અને સર્પ રક્ષક ટીમને જાણ કરશે તેવો પ્રતિસાદ આપશે તેવી વિશ્વાસ દાખવ્યો હતો.
રિપોર્ટ : અશોકસિંહ રાઠોડ
લોકાર્પણ, પ્રાંતિજ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756