અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે 2500 કિલો ઉપરાંત ભંગારનો જથ્થો ઝડપી પાડ્યો

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે 2500 કિલો ઉપરાંત ભંગારનો જથ્થો ઝડપી પાડ્યો
Spread the love

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે 2500 કિલો ઉપરાંત ભંગારનો જથ્થો ઝડપી પાડ્યો

4.88 લાખના મુદ્દામાલ સાથે એકને પકડી પાડયો

અંકલેશ્વર GIDC પોલીસે માહિતીના આધારે તેમના વિસ્તારમાં ગેરકાયદેસર ભંગારનો જથ્થો લઈને ફરતા એક પીકઅપ વાન સાથે એક ચાલકની અટકાયત કરીને 2520 કિલો ભંગારનો જથ્થો કિંમત રૂ. 88, 200 અને પીકઅપ ગાડી મળી 4.88 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
અંકલેશ્વર GIDC પોલીસ તેમના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન માહિતી મળી હતી કે, એક સફેદ કલરની પીકઅપમાં ગેર કાયદેસરનો ભંગાર ભરી અંકલેશ્વર GIDCમાં આવેલા એશિયન પેઇન્ટ ચોકડીથી ફિકોમ ચોકડી તરફ આવવાની છે. તેવી બાતમીના આધારે પોલીસે પંચોની હાજરીમાં અંકલેશ્વર GIDCમાં આવેલી ફિકોમ ચોકડી ખાતે રોડ ઉપર વોચ ગોઠવી તપાસમાં હાજર હતા. તે દરમિયાન બાતમીવાળી સફેદ કલરની પીકઅપ ગાડી એશિયન પેઇન્ટ ચોકડી તરફથી આવતા ડ્રાયવરનું નામ પૂછતાં તેણે ચંદ્રશેખર ઉર્ફે ચંદુ માનસિંગ વર્મા હોવાનું જણાવ્યું હતું. પોલીસે પંચોની હાજરીમાં ગાડીમાં ચેક કરતા લોખંડના કાપેલા નાની-નાની પ્લેટોનો ભંગાર ભરેલો હતો. પકડાયેલા ઈસમ પાસેથી કોઈ આધાર પુરાવા નહિ હોવાના કારણે 2520 કિલો ભંગારનો જથ્થો કિંમત રૂ. 88,200 અને પીકઅપ ગાડી મળી 4.88 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને 41(1) ડી મુજબ ગાડી કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!