માંગરોળ બાર એસોસિએશન ના પ્રમુખ તરીકે માધવજી ખાણીયા ની બિનહરીફ વરણી કરવામાં આવી

માંગરોળ બાર એસોસિએશન ના પ્રમુખ તરીકે માધવજી ખાણીયા ની બિનહરીફ વરણી કરવામાં આવી
Spread the love

માંગરોળ બાર એસોસિએશન ના પ્રમુખ તરીકે માધવજી ખાણીયા ની બિનહરીફ વરણી કરવામાં આવી

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે માંગરોળ બાર એસોસિયેશન ની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં પ્રમુખ,સેક્રેટરી અને ખજાનચી બીનહરીફ જાહેર થયા હતા ફક્ત ઉપ.પ્રમુખ માટે ની ચૂંટણી યોજવામાં આવી હતી

માંગરોળ બાર એસોસિએશન ની ચૂંટણી માં ફોર્મ ભરવાની તારીખ નક્કી થતા જ માંગરોળ ના સીનીયર એડવોકેટ માધવજી ખાણીયા દ્વારા પ્રમુખ પદ માટેનું ફોર્મ ભરતા તેની સામે કોઈ ફોર્મ રજુ ન થતા પ્રમુખ તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવેલ બાદમાં ઉપ.પ્રમુખ તરીકે બે ફોર્મ રજૂ થતા જેમાં નારણભાઇ બમરોટિયા નો વિજય થયો હતો તેમજ સેક્રેટરી અને જોઈટ સેક્રેટરી અને ખજાનચી પણ બિનહરીફ ચૂંટાયા હતા
આજે માંગરોળ માં કોર્ટના વકીલ રૂમ ખાતે મીટિંગ મળી હતી જેમાં તમામ એડવોકેટ મિત્રો એ પ્રમુખ,ઉપ.પ્રમુખ અને હોદેદારો ને ફૂલહાર કરી મો મીઠા કરી દરેક હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું
માંગરોળ બાર એસોસિએશનના નવા પ્રમુખ તરીકે માધવજી ખાણીયા ઉપ.પ્રમુખ તરીકે નારણભાઇ બમરોટિયા સેક્રેટરી તરીકે ઇન્દ્રજીત પરમાર જોઈટ સેક્રેટરી તરીકે જેન્તી કાથડ અને ખજાનચી તરીકે સંજય ડાકીની નિમણુંક થતા સિનિયર અને જુનિયર એડવોકેટ મિત્રો દ્વારા અભિનંદન પાઠવી સૌ કોઈએ તાલીઓ ના ગડગડાટ સાથે વધાવ્યા હતા

 

રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
મો.8488990300

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!