જૂનાગઢમાં મુખ્ય તેલીબીયા સંશોધન કેન્દ્રને મગફળી પ્રજનન બીજના ઉત્કર્ષ સંવર્ધન કેન્દ્રનો એવોર્ડ મળ્યો

જૂનાગઢમાં મુખ્ય તેલીબીયા સંશોધન કેન્દ્રને મગફળી પ્રજનન બીજના ઉત્કર્ષ સંવર્ધન કેન્દ્રનો એવોર્ડ મળ્યો
સતત બીજી વખતે રાષ્ટ્રીય કક્ષાએ જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીએ સિદ્ધિ મેળવીને જિલ્લા સહિત રાજ્યનું ગૌરવ વધાર્યું
જૂનાગઢ : મહારાણા પ્રતાપ કૃષિ અને ટેકનોલોજી મહાવિદ્યાલય, ઉદયપુર, ભારતીય કૃષિ સંશોધન પરિષદ, રાષ્ટ્રીય મગફળી સંશોધન સંસ્થા, આઈ.સી.એ.આર.-આઈ.આઈ.જી.આર., જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્ર સરકારના માર્ગદર્શન અનુસાર કાર્યરત અખિલ ભારતીય મગફળી સંકલિત સંશોધન યોજના અંતર્ગત મહારાણા પ્રતાપ કૃષિ અને ટેકનોલોજી મહાવિદ્યાલય, ઉદયપુર ખાતે યોજાયેલી એન્યુઅલ ગ્રુપ મિટિંગ- ૨૦૨૫ માં જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના મુખ્ય તેલીબીયા સંશોધન કેન્દ્રને સતત બીજી વખત મગફળીના પાકમાં ઉત્કર્ષ પ્રજનન બીજ ઉત્પાદન કરવા બદલ રાષ્ટ્રીય કક્ષાએ “Best Performing Groundnut Breeder Seed Producing Centre in the Country” એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તેમજ જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના મેગાસીડ વિભાગને રાજ્યના અગત્યનો ખેતી પાક મગફળીમાં ગુણવત્તા સભર બીજ ઉત્પાદન બદલ, બીજ વિજ્ઞાન અને તકનીક વિભાગ, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીને “Best Performing Groundnut Seed Hub Centre” એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ એવોર્ડ બદલ કૃષિ સંશોધન સાથે સંકળાયેલ વૈજ્ઞાનિકશ્રીઓ અને તેમની ટીમને કુલપતિશ્રી ડૉ.વી.પી.ચોવટિયા, સંશોધન નિયામકશ્રી ડો.એ.જી.પાનસુરીયા, સંશોધન વૈજ્ઞાનિકશ્રી (મગફળી) ડૉ.આર.બી.માદારીયા, કૃષિ યુનિવર્સીટીના વરિષ્ઠ વૈજ્ઞાનિકશ્રી ડૉ.જે.બી.પટેલ અને શ્રી ડૉ.એન.ડી.ઢોલરીયાને તેઓએ કરેલ ઉત્કૃષ્ઠ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા છે. આ સિદ્ધિ થકી રાષ્ટ્રીય કક્ષાએ જૂનાગઢ જિલ્લા સહિત રાજ્યનું નામ કૃષિ ક્ષેત્રમાં ફરી એક વખત ઉજળું બન્યું છે.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300