શ્રીમતી લક્ષ્મીબેન એલ. કાકડિયા બી. એડ કોલેજ માં યોજાયેલ દીક્ષાન્ત કાર્યક્રમ

શ્રીમતી લક્ષ્મીબેન એલ. કાકડિયા બી. એડ કોલેજ માં યોજાયેલ દીક્ષાન્ત કાર્યક્રમ
તા. 29/3/2025 શનિવાર ના રોજ ડો. વિશાલભાઈ ભાદાણી (ઈ. કુલપતિ. લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇનો્વેશન )ના અધ્યક્ષ સ્થાને તથા ડો. જે. પી. મૈયાણી (સેક્રેટરી શ્રી સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ), ડો. જગદીપ ભાઈ સોનવણે, ડો. પ્રીતિબેન મૈયાણી (DHRC, પ્રોફેસર, ગુજરાત યુનિવર્સિટી )ના અતિથિવિશેષ સ્થાને યોજવામાં આવેલ. તેમાં મહેમાન તરીકે કોલેજ વિભાગ ના હેડ શ્રી સી. વી ગલાણી સર પણ ઉપસ્થિત રહેલ. કાર્યક્રમ નો પ્રારંભ સમૂહ પ્રાર્થના થી કરવા માં આવેલ. મહેમાન શ્રી ઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરવા માં આવેલ. કોલેજ ના આચાર્યશ્રી એ મહેમાન શ્રી ઓ નો પરિચય અને શાબ્દિક સ્વાગત કરવા માં આવેલ. ડો. જે. પી. મૈયાણી સર, ડો. જગદીપ સોનવણે સર, ડો. પ્રીતિ બેન મૈયાણી દ્વારા તાલીમાર્થી ઓને શિક્ષણ અને શિક્ષક ના આચાર અને વર્ગ ખંડ વિશે વાત કરવા માં આવી હતી.
આ કાર્યક્રમ માં મહેમાન શ્રી ના હસ્તે શબ્દયાત્રા અંક નું વિમોચન પણ કરવા માં આવ્યું હતું. તાલીમ દરમ્યાન જે સહ અભ્યાસક પ્રવૃત્તિ કરવા મા આવી hoy તેમાં નંબર મળેલા તાલીમાર્થી ઓને મહેમાન શ્રી ના હસ્તે ઇનામ વિતરણ કરવા મા આવેલ. દીક્ષાન્ત પ્રવચન મા ડો. વિશાલભાઈ ભાદાણી એ બદલાતા સમય મા વર્ગખંડ અને શિક્ષક ના વાંચન પર વાત કરવા મા આવી હતી.વાલી પ્રતિભાવ શ્રી અમીન ભાઈ ચૌહાણ અને કનક બા રાઠોડ દ્વારા આપવા મા આવેલ. અધ્યાપક પ્રતિભાવ ડો. જલ્પા બેન ત્રિવેદી દ્વારા કરવા મા આવેલ. આ કાર્યક્રમ મા એડમીન માંથી ગોરધનભાઈ પટેલ અને વિદ્યાબેન સપરે પણ ઉપસ્થિત રહેલ. વિવિધ કોલેજ ના આચાર્યશ્રી ઓ પણ ઉપસ્થિત રહેલ. કાર્યક્રમ ના અંત મા આભાર વિધી અધ્યાપક પ્રા. કાજલબેન ગોહિલ કરેલ. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન પ્રા. અનેરી બેન ઠાકર દ્વારા કરવા મા આવેલ. આ કાર્યક્રમ મા બંને સેમેસ્ટર ના તાલીમાર્થી ઓ એ ઉત્સાહ પૂર્વંક ભાગ લિધો હતો.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300