જૂનાગઢ જિલ્લાના ત્રણ પ્રતિભાશાળી તબીબોના સફળ નવતર પ્રયોગને બેસ્ટ પ્રેક્ટિસ તરીકે ઓળખવામાં આવી

જૂનાગઢ જિલ્લાના ત્રણ પ્રતિભાશાળી તબીબોના સફળ નવતર પ્રયોગને બેસ્ટ પ્રેક્ટિસ તરીકે ઓળખવામાં આવી
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના ત્રણ પ્રતિભાશાળી તબીબોના સફળ નવતર પ્રયોગને બેસ્ટ પ્રેક્ટિસ તરીકે ઓળખવામાં આવી હતી. ભેંસાણ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.એમ.એસ.અલી દ્વારા અતિ તેમજ મધ્યમ કુપોષિત બાળકોને સામુદાયિક સંભાળની નવતર પ્રયોગ બદલ જૂનાગઢ જિલ્લાના ત્રણ પ્રતિભાશાળી તબીબોના સફળ નવતર પ્રયોગને બેસ્ટ પ્રેક્ટિસ તરીકે ઓળખવામાં આવી છે. તાજેતરમાં ભાવનગર ખાતે રિજીયોનલ GRIP (Good and Replicable Innovation & Practice) સમિટમાં સમગ્ર ટીમનું બહુમાન કરવામાં આવ્યું છે.
તેઓને જાહેર આરોગ્ય કેટેગરીમાં પ્રથમ રનર અપ એવાર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કેશોદ સરકારી હોસ્પિટલના અધિક્ષકશ્રી ડો.એસ.એસ.જાવિયાને આશાઘરની સગવડ અને આશાને પ્રોત્સાહન આપીને કેશોદ સરકારી દવાખાનાની વિવિધ સેવાઓમાં ગુણવત્તાસભર ફેરફાર કરવામાં આવ્યો હતો અને આવી રીતે નવતર ઉદાહરણ પૂરું પાડવા બદલ મેડિકલ સર્વિસેસ કેટેગરીમાં પ્રથમ પુરસ્કાર આપીને તેઓને સમ્માનિત કરવામાં આવ્યા હતા.
તેમજ આ તકે શ્રી ડો.પૂજા પ્રિયદર્શિની, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી- મેંદરડાને જાહેર આરોગ્ય સેવાઓની કેટેગરીમાં પ્રથમ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. તેઓએ ગર્ભાધાન પહેલા એલિજિબલ કપલની દેખરેખ અને સારસંભાળ થકી ગર્ભવતી સ્ત્રીઓમાં એનિમિયાના પ્રમાણ કેવી રીતે ઘટાડી શકાય તેના છેલ્લા સતત ત્રણ વર્ષના ડેટા સાથે પોતાનું સફળ તેમજ પરિણામલક્ષી નવતર પ્રયોગ રજૂ કર્યો હતો. ફરી એક વાર આરોગ્ય ક્ષેત્રમાં જૂનાગઢ જિલ્લાના આરોગ્ય ક્ષેત્રના કર્મયોગીઓએ અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300