અંકલેશ્વરમાં યુવક ફેસબુક પર ડિમાર્ટના લોગો સાથે એડની ઓફર જોઈ લલચાયો

અંકલેશ્વરમાં યુવક ફેસબુક પર ડિમાર્ટના લોગો સાથે એડની ઓફર જોઈ લલચાયો
ઓનલાઇન ચાહ ખરીદવા ગયાને 20 હજાર ગુમાવ્યાં
અંકલેશ્વરના યુવકે ફેસબુક પર ડિમાર્ટના લોગો સાથે એડની ઓફર જોઈ ઓનલાઇન ચાહ ખરીદવા ગયા હતા. તેણે ફેસબુક પર રહેલી એડ આધારે ઓનલાઇન ખરીદી કરવા જતાં બે વાર ફેલ ગયા બાદ ગઠીયાનો ફોન આવ્યો હતો. ફોન આવ્યા બાદ રજીસ્ટર કરવા માટે ઓટીપી નંબર આવ્યો અને ખાતામાંથી રૂ. 19 હજાર ઉપડી ગયા હતા. આ મામલે યુવકે બી-ડિવિઝન પોલીસ મથકે સાઇબર ક્રાઇમ અંતર્ગત ફરિયાદ નોધાવી છે.
અંકલેશ્વરના યુવકને ઓનલાઈન ખરીદી કરવી ભારે પડી છે. અંકલેશ્વરના બી-ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં રહેતા રવિ ભગત મોબાઈલ પર ફેસબુક ચેક કરી રહ્યા હતા. તે દરમિયાન ડી-માર્ટના લોગો સાથે રેડ લેબલની 500 ગ્રામ ચાહ સાથે 25 લેમન ટી પેકેટ ફ્રી હતા. જે એડ જોયા બાદ તેણે ચાહ ખરીદવાની ઈચ્છાએ પોતાના ક્રેડિટ કાર્ડથી ઓનલાઇન ખરીદી કરવાનો પ્રયત્ન કરતા બે-બે વાર ઓડર કેન્સલ થયો હતો. જે બાદ તેમના વોટ્સઅપ પર મેસેજ આવતાં તેઓ મેસેજ આધારે પણ પ્રયત્ન કરતા તે પણ ફેલ ગયો હતો.
ત્યારબાદ ગણતરીના મિનિટમાં તેમના મોબાઈલ પર વિકાસ વર્મા નામક ઈસમનો ફોન આવ્યો હતો. જેણે પ્રથમ રજીસ્ટર કરવા જણાવ્યું હતું, જે રજીસ્ટર કરવા માટે ઓટીપી આવ્યો હતો. જે નંબર એન્ટર કરતા જ ગણતરીના સમયમાં તેમના ખાતામાંથી રૂપિયા 19,960 ઉપડી ગયા હતા. જેથી તેમની સાથે ફ્રોડ થયું હોવાનું સામે આવતા જ તેઓએ પ્રથમ બેન્કમાં ફરિયાદ કર્યા બાદ અંકલેશ્વર શહેર બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપી હતી. પોલીસે યુવકની ફરિયાદના આધારે સાયબર સેલની મદદ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756