ડાંગ: સાપુતારા પોલીસની ટીમે પોસ્કો એક્ટનાં વોન્ટેડ આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

ડાંગ: સાપુતારા પોલીસની ટીમે પોસ્કો એક્ટનાં વોન્ટેડ આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
ડાંગ : પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાનાઓએ ડાંગ જિલ્લાનાં લાગુ પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાઓનાં વોન્ટેડ આરોપી ઓને શોધી કાઢવા માટે સૂચનો અને માર્ગદર્શન જારી કર્યા હતા.જે સૂચના મુજબ ડાંગ જિલ્લાનાં નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ.કે.જે.નિરંજનની ટીમે સાપુતારા પોલીસ સ્ટેશન. ગુ.ર.11219030220161/2022 કલમ.ન.363,366,376(2)(N)તથા પોસ્કો એક્ટ ક.3,4,6,(2) મુજબનાં કામે ભોગ બનનાર સગીરા પર દુષ્કર્મ આચરી ભાગી છુટેલ વોન્ટેડ આરોપીની શોધખોળ હાથ ધરી હતી.જે પોસ્કો હેઠળનો વોન્ટેડ આરોપી મોરબી જિલ્લાનાં ટંકારા તાલુકામાં હોવાની બાતમી સાપુતારા પોલીસની ટીમને મળી હતી.જેથી સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ.કે.જે.નિરંજનની ટીમમાં એ.એસ.આઈ.વી.ડી ગોહિલ તથા પોલીસ કર્મીઓએ મોરબી ખાતે ધામા નાખી આ પોસ્કોનાં વોન્ટેડ આરોપી નામે વિશાલભાઈ લક્ષમણભાઈ કોતવાલ. રે.નીમબારપાડા.તા.વઘઇની મોરબી જિલ્લાનાં ટંકારા તાલુકાનાં હડમળીયા ગામેથી ઝડપી પાડી ડાંગ જિલ્લા ખાતે લઈ આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ.સંજય ગવળી ડાંગ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756