સતનો દરબાર ચેહર જોગણી મઢ નિમાઁણનો દિવ્ય પાટોત્સવ યોજાયો

સતનો દરબાર ચેહર જોગણી મઢ નિમાઁણનો દિવ્ય પાટોત્સવ યોજાયો
વડોદરા સાવલીના ભાદરવા સતનો દરબાર ચેહર જોગણી મઢ નિમાઁણનો દિવ્ય પાટોત્સવ, ભવ્ય સંતવાણી તેમજ વિનામુલ્યે સવઁરોગ મહા મેડીકલ કેમ્પ યોજાયો.વડોદરા જીલ્લાના સાવલી તાલુકા ના ભાદરવા ગામે આનંદેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં સતનો દરબાર ચેહર જોગણી માના મઢ નિમાઁણનો દિવ્ય પાટોત્સવ નિમિત્તે શનિવારે બપોરે બે થી પાંચ દરમિયાન વિના મુલ્યે સવઁ રોગ નિદાન મેગા કેમ્પ યોજાયેલ જેમા નિષ્ણાંત ડોકટરો દ્વારા નિદાન તેમજ જરુરીયાત દવાઓ આપવામા આવેલ જેમા સુપ્રસિદ્ધ ગાયક કિર્તીદાન ગઢવી, લોકસાહિત્ય કાર રાજભા ગઢવી,લોકગાયિકા ઉવઁશી રાદડીયા,દિવ્યા ચૌધરી અને સાગરદાન ગઢવી તેમજ હકાભા ગઢવી સહિતના કલાકારોએ ડાયરાની ઝમાવટ કરેલ. આ ભવ્ય દિવ્ય કાયઁક્રમ મા દુર દુરથી ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા તેમજ કોઇ પણ ને તકલીફ ના પડે તે માટે પૂ.રમેશમહારાજજી અને પુ.વિજયમહારાજજીના માગઁદશન નીચે અનુયાયીઓ દ્વારા ખુબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756