મેંદરડાવ : ગ્રામ પંચાયત દ્વારા મિલકત જપ્તી અને સીલ કરવામાં આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો

મેંદરડાવ : ગ્રામ પંચાયત દ્વારા મિલકત જપ્તી અને સીલ કરવામાં આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો
Spread the love

મેંદરડાવ : ગ્રામ પંચાયત દ્વારા મિલકત જપ્તી અને સીલ કરવામાં આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો

ગ્રામ પંચાયત દ્વારા અગાઉ નોટિસો ફટકારવામાં આવેલ હતી

મેંદરડા ગ્રામ પંચાયત દ્વારા ઘણા લાંબા સમયથી ગ્રામજનો વેપારીઓ સહિતનાઓ ને ગ્રામ પંચાયત દ્વારા વેરો ભરપાઈ કરવા માટે નોટિસો આપવામાં આવેલ હતી જેના અનુસંધાને અનેક લોકોએ વેરો પંચાયત કચેરી ખાતે ભરપાઈ કરેલ હતો

ત્યારબાદ અનેક લોકો દ્વારા વેરો ભરપાઈ નહીં કરતા આશરે ૮૦ થી ૧૦૦ જેટલા મિલકત ધારકોને નોટિસો ફટકારવામાં આવેલ હતી છતાં વેરો નહીં ભરાતા આજે જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી ના માર્ગદર્શન હેઠળ તેમજ વેરા વસુલાત ટીમ દ્વારા કડક કાર્ય વાહી કરવા માટે આજે મેંદરડા નગરમાં મિલકત જપ્તી અને સીલીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી

આ પ્રક્રિયામાં વેરો નહીં ભરનાર મિલકત ધારકો ની મિલકતો ની જપ્તી લઈ સીલીંગ પ્રક્રિયા કરવામાં આવેલ અને કેટલાક લોકોએ વેરા વસુલાતની અને ગ્રામ પંચાયતની ટીમ ને સ્થળ પર વેરો ભરી આપેલ હતો આજથી શરૂ થતી આ કડક કાર્યવાહી હજુ આગળ પણ કરવામાં આવશે તેમ ગ્રામ પંચાયતના મંત્રી બી.જે. રાવલે જણાવે હતુ

આ સંપૂર્ણ કામગીરીમાં વેરા વસુલાત ટીમ, સરપંચ જે..ડી. ખાવડુ,તલાટી મંત્રી બી.જે.રાવલ, મામલતદાર કચેરી, મેંદરડા પોલીસ,તાલુકા પંચાયત,ગ્રામ પંચાયત નો તમામ સ્ટાફ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા

રીપોર્ટ કમલેશ મહેતા મેંદરડા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!