જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ટેકનોલોજી અને મશીનરી નિદર્શન મેળો યોજાયો

ખેડૂતોએ ખેતીને વધુ સરળ બનાવવા અને ખર્ચ ઘટાડવા નવીન ટેકનોલોજી અપનાવવી જરૂરી છે
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ટેકનોલોજી અને મશીનરી નિદર્શન મેળો યોજાયો
ટેકનોલોજીના ઉપયોગથી કૃષિ ક્ષેત્રે આપણો દેશ આત્મનિર્ભર બન્યો છે – કુલપતિ ડો. વી.પી.ચોવટીયા
વિવિધ કંપનીઓ અને કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવેલ ટેકનોલોજી અને મશીનરીથી અવગત થતા ખેડૂતો
જૂનાગઢ : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ટેકનોલોજી અને મશીનરી નિદર્શન મેળાનું આયોજન આજ રોજ યોજાયું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ નવીન કૃષિ ટેકનોલોજી અને મશીનરીના પ્રદર્શન દ્વારા ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓ સાથે અવગત કરવાનો હતો. આ ટેકનોલોજી અને મશીનરી નિદર્શન મેળાનો ઉદ્ઘાટન સમારોહ જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર શ્રી ધર્મેશભાઈ પોશીયાના હસ્તે યોજાયો હતો.
આ પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.વી.પી.ચોવટીયા એ અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યું હતું કે, વર્ષ ૧૯૫૦માં આપણા દેશે અનાજ ઉપર અન્ય દેશો પર આધારિત હતા. જયારે આજે અનાજ ઉત્પાદનમાં આપણે આત્મનિર્ભર બન્યા છે. આજે આપણે અન્ય દેશોમાં અનાજની નિકાસ કરી રહ્યા છે. તેની પાછળનું મુખ્ય કારણ નવીન ટેકનોલોજી છે. ભવિષ્યમાં કૃષિ ક્ષેત્રે અનેક પડકારો આવવાના છે. ખેતીમાં ખર્ચ વધી રહયો છે, મજૂરોની અછત વર્તાય છે ત્યારે આપણે કૃષી ક્ષેત્રે આધુનિક મશીન અને ટેકનોલોજી મદદરૂપ બનશે. ખેતીને સરળ બનાવવા અને ખેડૂતોની આવક વધારવા નવીનતમ ટેકનોલોજી નો વ્યાપ વધે એ ખૂબ જ જરૂરી છે.
તેમણે કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલ વિવિધ ટેકનોલોજી નો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, ખેતરમાં પાકને ક્યારે પાણીની જરૂર છે, અને કેટલા પાણીની જરૂર છે એવી ટેકનોલોજીનો વિકાસ કૃષી યુનિવર્સિટી દ્રારા કરવામાં આવ્યો છે. પાણીનો વધુ પડતો ઉપયોગ કે ઓછો ઉપયોગ પાકને નુકસાન કરતો હોય છે. આ ટેકનોલોજીની આપણા વિસ્તારમાં ખૂબ જ જરૂર છે. કારણ કે જમીનની તંદુરસ્તી દિવસે અને દિવસે બગડતી જાય છે. આપણા વિસ્તારમાં કેનાલ નથી. ફક્ત ભૂગર્ભ જળ ઉપર આપણે આધારિત છીએ અને ભૂગર્ભ જળનું પાણી જેમ જેમ ઉલેચાતુ જાય છે તેમ તેમ તળ ઊંડા થતા જાય છે.. આ ઉપરાંત ડ્રોન ટેકનોલોજી ની મદદથી પાકમાં કઈ જગ્યાએ કયો રોગ છે તે જાણી શકાય છે.
મેયર શ્રી ધર્મેશભાઈ એ ખેડૂતોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે સરકારશ્રી દ્વારા ખેડૂતો ની આવક બમણી થાય તે દિશામાં અનેક કાર્યો થઈ રહ્યા છે. ત્યારે ખેતી ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીના સમન્વયથી યુવાનો પણ ખેતી તરફ વળશે.
વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી એન.બી. જાદવે જણાવ્યું હતું કે, સરકારશ્રી દ્વારા સમયાંતરે આ પ્રકારના ખાસ મેળાનું આયોજન હાથ ધરવામાં આવતું હોય છે. જેમાં યુનિવર્સિટી દ્વારા અને વિવિધ નામાંકિત કંપનીઓ દ્વારા ખેતી ક્ષેત્રે થયેલા નવા સંશોધનો, મશીનરી ખેડૂતોને રૂબરૂ જોવા અને નીદર્શનનો લાભ મળતો હોય છે.
સંશોધન નિયામકશ્રી ડો. એ. જી. પાનસુરીયા એ જણાવ્યું હતું કે વિજ્ઞાને દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે. અનેક નવી નવી શોધ અને ટેકનોલોજીના લીધે તબીબી, ઇજનેરી, મનોરંજન ,કૃષિ એમ દરેક ક્ષેત્રે જીવન સરળ બન્યું છે. આજે કૃષિ ઉત્પાદન માટે ટેકનોલોજી ના ઉપયોગથી ખેતી ઝડપી અને સરળ બની છે
આ પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. વી.પી ચોવટીયા એ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર શ્રી ધર્મેશભાઈ પોશીયાનું શાલ ઓઢાડી સન્માન કર્યુ હતુ.
કાર્યક્રમના આરંભે સ્વાગત પ્રવચન કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના આચાર્ય અને ડીન ડો.એચ.ડી.રાંકે કર્યું હતું અને આભાર દર્શન પીએફઈ વિભાગ કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના પ્રાધ્યાપક અને વડા ડો. એમ.એન.ડાભી એ કર્યું હતું. આ તકે પ્રાસંગીક પ્રવચન તીર્થ એગ્રો પ્રાઇવેટ લિમિટેડ રાજકોટના શ્રી હિતેશભાઈ ઝાલા એ કર્યું હતું. આ પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલસચિવ ડો. વાય.એચ ઘેલાણી,તેમજ અન્ય વિભાગના ડીન, વડાઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન બંસીબેન દેવાણી એ કર્યુ હતુ.
આ મેળામાં વિવિધ કૃષિ મશીનરી ઉત્પાદકોના નવીનતમ ટેકનોલોજીના સ્ટોલોની મુલાકાત ખેડૂતો એ લીધી હતી.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300